સુરત
કોરોનાના લક્ષણો પણ આજ હોવાથી દર્દીઓ સામાન્ય શરદી ખાસી સમજી લે છે. તો બીજી તરફ ટેસ્ટીંગ પણ વધારવામાં આવી રહ્યું છે. જેથી સંક્રમણને વધતું અટકાવી શકાય સુરત સીટીમાં ૧૯ જાન્યુઆરી સુધીમાં એક્ટીવ કેસ ૨૧૯૨૫ છે. જે પૈકી ૪૨૮ લોકો હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. ડો. પારુલ વડગામાએ જણાવ્યું હતું કે, સુરતમાં હાલમાં શરદી ખાંસીના કેસો વધ્યા છે. આ ઉપરાંત ઓમિક્રોનના કેસો પણ વધી રહ્યા છે. લોકોને કોઈ લક્ષણ દેખાય તો તાત્કાલિક હોમ કવોરનટાઈન થઇ જવું જાેઈએ. જેથી સંક્રમણ વધે ન વ્યક્તિએ ટેસ્ટની રાહ જાેવી જાેઈએ નહી, ટેસ્ટીંગ કરાવવું જાેઈએ પરંતુ લક્ષણ દેખાય ત્યાં જ હોમ કવોરનટાઈન થઇ જવું જાેઈએ. આ ઉપરાંત ૪ લાખ જેટલા લોકોએ સેકન્ડ ડોઝ લીધો નથી. તો તે લોકોને વિનંતી છે કે, તેઓ જલ્દીથી જલ્દી સેકન્ડ ડોઝ લઇ લે.સુરતમાં એક તરફ કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. બીજી તરફ સુરતમાં લોકોમાં શરદી-ખાંસી અને વાઈરલના કેસોમાં ખુબ જ વધારો જાેવા મળી રહ્યો છે. જેને લઈને સુરતની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જાેવા મળી રહી છે. મોટા ભાગના લોકોમાં શરદી ખાસીના લક્ષણોના સારવાર માટે આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.


