Gujarat

સુરતમાં સામાન્ય બોલચાલમાં જન્મદિવસે જ ચપ્પુ મારી હત્યા કરાઈ

સુરત
અમરોલી કોસાડ આવાસમાં મોપેડ અડી જવાની સામાન્ય ઘટનામાં થયેલી બોલાચાલીમાં યુવકની તેના જન્મદિવસે જ ચપ્પુ મારી હત્યા કરી દેવાઇ હતી. હત્યા કર્યા બાદ આરોપીઓ ભાગી છૂટ્યા હતા. અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડ ગાયત્રી નગર ખાતે રહેતો ૨૩ વર્ષીય મુકેશ પરમારનો રવિવારે જન્મ દિવસ હોવાથી તે તેના મિત્રો સાથે ઉજવણી કરવા તાપીના પાળા પર ગયા હતા. ત્યાંથી પરત ફર્યા બાદ તેના મિત્રો મોપેડ લઇ દુધ લેવા જઇ રહ્યા હતા ત્યારે આવાસમાં રહેતા કુલદીપ યાદવને મોપેડ અડી જતાં બોલાચાલી થઇ હતી.જેથી મુકેશ અને તેના મિત્રો ત્યાં દોડી ગયા હતા. કુલદીપ અને તેના મિત્રોએ મુકેશ અને તેના મિત્રો પર લોખંડના પાઇપ અને ચપ્પુથી હુમલો કર્યો હતો.જેમાં મુકેશને ગંભીર ઇજા થતાં તેનું મોત થયું હતું. અમરોલી પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાછે.

File-01-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *