Gujarat

સુરતમાં સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતી ઉજવાઈ

સુરત
સુભાષચંદ્ર બોઝના જન્મદિવસની ઉજવણી પ્રસંગે સુરત શહેરના મેયર તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. દેશભક્તિના ગીતો સાથે સુભાષચંદ્રના ફોટાને સૂતરાંજલી અર્પણ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ પણ ઉત્સાહભેર તેમાં ભાગ લીધો હતો. દેશની આઝાદીમાં નેતાજીએ જે પોતાનું યોગદાન આપ્યું હતું. તેને સૌ કોઈએ યાદ કર્યા હતા. નેતાજીએ પોતાની દેશભક્તિથી સમગ્ર હિન્દુ રાષ્ટ્રનો દિલ જીત્યું હતું અને આજે પણ તેમના જન્મદિવસે દેશભરમાં ખૂબ જ આદર અને સન્માનથી ઉજવણી કરવામાં આવે છે.સુરતના ગોપીપુરા વિસ્તારમાં સુભાષચંદ્ર બોઝ ચોકનું નિર્માણ કરવામાં આવ્યુ છે. આઝાદ હિન્દ ફોજની શરૂઆત પહેલા ૧૯૩૬માં સુભાષચંદ્ર બોઝ સુરતની મુલાકાતે આવ્યા હતા. તે સમયે ભોજન નિર્માણ માટે તેમને ફંડની જરૂરિયાત પણ હતી. સુરતના ઝવેરીઓએ તેમને મોતીઓથી તોળ્યા હતા. તેનાથી જેટલી પણ રકમ મળે તે તમામ રકમને આઝાદ હિંદ ફોજના કામે લગાવવાનો ર્નિણય કરાયો હતો. સુભાષચંદ્ર બોઝના આગમનથી સુરતના તમામ દેશપ્રેમી જનતામાં અનોખો વિશ્વાસ અને આનંદ જાેવા મળ્યો હતો. ગોપીપુરા ખાતે આવેલા સુભાષચંદ્ર બોઝ ચોક પર તેમની ૧૨૫મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. અહીં સૌથી આકર્ષણનું કેન્દ્ર સુભાષચંદ્ર બોઝ દ્વારા ભારત દેશનો જે નકશો તૈયાર કરવામાં આવ્યો હતો. તે નકશાને પ્રતીકરૂપે રાખવામાં આવ્યો છે. જે સુભાષચંદ્ર બોઝજીના દેશ પ્રેમ અને દૂરંદેશી વ્યક્તિત્વનું પ્રમાણ સમાન છે. જે રીતે બાબાસાહેબ આંબેડકર, શિવાજી જયંતિ સહિતના વિભૂતિઓના જન્મદિવસની ઉજવણી થતી હોય છે. તે રીતે સુરત મહાનગરપાલિકામાં ૨૦૦૬મા ઠરાવ પસાર કરીને સુભાષચંદ્ર બોઝનો જન્મજયંતીની ઉજવણી કરવાનો ર્નિણય લેવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *