Gujarat

સુરતમાં હીરા ઉદ્યોગના ૧૦૦ કરોડથી વધુ રકમ બ્લોક થઈ

સુરત
તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા પ્રિ-બજેટ જ ભલામણો ઉદ્યોગ સંગઠનો પાસે મંગાવવામાં આવી છે. જેમાં જીજેઈપીસી(જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ) દ્વારા બીટુબી ઈન્ટરનેશનલ ડાયમંડ ઓક્સશન માટે ઓનલાઈન ઈક્વિલાઈઝેશન લેવી મુદ્દે સ્પષ્ટતાં માંગવામાં આવી છે. આ અંગે જીજેઈપીસીના સ્થાનિક પદાધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ઓનલાઈન વ્યવહારો પર ઈક્વિલાઈઝેશન લેવી(કર)ની સ્પષ્ટતાંના અભાવે ઈ-કોમર્સ ઓપરેટર દ્વારા હીરા ઉદ્યોગકારોને સપ્લાય કે સેવા પૂરી પાડવા પર ૨ ટકાના દરે ઈક્વિલાઝેશન કરની વસુલાત કરે છે.નાણામંત્રી ર્નિમલા સિતારામનને સાંસદ-રાજ્ય કક્ષાના કાપડ મંત્રી દર્શના જરદોષની આગેવાનીમાં જીજેઈપીસીના પદાધિકારીઓ ૨ ટકા ઈક્વિલાઈઝેશન લેવી મુદ્દે સ્પષ્ટતા કરવા માટે મુલાકાત કરી ચૂક્યા હતા.આ ઉપરાંત સ્થાનિક ઉદ્યોગ આગેવાનો દ્વારા પણ ૫ વખત આ સમસ્યાના ઉકેલ માટે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે. ૨ ટકા ટેક્સને લઈને અસ્પષ્ટતાંના કારણે યુએસ દ્વારા પણ ભારતથી ત્યાં એક્સપોર્ટ થતી ૨૫ પ્રકારની ગોલ્ડ, સિલ્વર અને ડાયમંડ કોમોટીડીઝ પર ૨૫ ટકા સુધી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ટેક્સ નાંખી દેવામાં આવ્યો હતો. જાે કે, સુરત-મુંબઈ સહિત ભારતીય હીરા ઉદ્યોગકારોએ નોંધાવેલા વિરોધને પગલે આ ર્નિણયને પરત ખેંચી લેવામાં આવ્યો હતો.હીરાની ઓનલાઈન ટ્રેડિંગ પર લાગતી ૨ ટકા ડ્યુટીથીના કારણે ઉદ્યોગને છેલ્લાં દોઢ વર્ષથી મોટી અસર થઈ રહી છે. દર મહિને અંદાજે રુ. ૫૦૦૦ કરોડથી વધુના હીરાનો વ્યવહાર થાય છે. જે પૈકી રફ હીરાની ખરીદીથી લઈને પોલિશ્ડ ડાયમંડનું વેચાણ પણ કોરોના કાળમાં ઓનલાઈન થયું છે. તેના પર ૨ ટકા લાગતી ડ્યુટી ચૂકવવાની જવાબદારી ઉદ્યોગકારોના શિરે આવતાં અંદાજિત દર મહિને એકમાત્ર સુરતની જ રુ.૧૦૦ કરોડથી વધુની ઉદ્યોગની કેપિટલ બ્લોક થઈ રહી છે. જેના કારણે ઘણી માઈનીંગ કંપનીઓ દ્વારા તેમના હીરા વેચાણના કરારોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઓનલાઈન હીરાનું ઓક્શન કરવામાં પણ આ ૨ ટકાનો દર વિઘ્ન ઉભો કરી રહ્યો છે. સામાન્ય રીતે, દર મહિને અંદાજિત રુ.૫૦૦૦ કરોડથી વધુના હીરા સુરતમાં આયાત થાય છે. કોરોનાકાળમાં ૯૮ ટકા સુધીના વ્યવહારો ઓનલાઈન થઈ ચૂક્યા છે. એવામાં ૨ ટકા કરની ગુંચવણના કારણે સ્થાનિક હીરા ઉદ્યોગકારોના માથે અંદાજિત રુ.૧૦૦ કરોડથી વધુના કરનું ભારણ આવે છે.

Diamond-industry-of-Surat.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *