સુરત
સુરત પોલીસે કુખ્યાત આરોપીને ઝડપી પાડવા માટે ઓપરેશન ઘોસ્ટ શરુ કર્યું છે. દરમિયાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે કુખ્યાત આરોપી પ્રવીણ રાઉત બિહાર તેના વતન ગોરમા ગામ ખાતે છુપાયેલો છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે તેના વતનમાં ધામા નાખ્યા હતા. પોલીસે આરોપીની ઓળખ કરવા માટે ત્યાંનો પહેરવેશ પણ ધારણ કર્યો હતો. એટલું જ નહી ગામમાં ફરી ફ્રૂટની લારીઓ ફેરવી તેની માહિતી એકઠી કરી હતી. પોલીસે એક સપ્તાહ સુધી આવી રીતે ફ્રૂટની લારીઓ ચલાવી તેમજ તેના ગામની રેકી કરી તેના વિષે માહિતી એકઠી કરી હતી અને આઠમાં દિવસે આરોપી તાડી પીવા ગામની પાદરેથી પસાર થતો હતો ત્યારે ક્રાઈમ બ્રાંચની ટીમે સફળતા પૂર્વક આરોપી પ્રવીણ રાઉતને ઝડપી પાડ્યો હતો. સુરત પોલીસે ઓપરેશન ઘોસ્ટ હેઠળ ખૂન, ખૂનની કોશિશ, ધાડ, લૂંટ, ખંડણી જેવા ગુનામાં પકડાયેલા અને છેલ્લા ૬ વર્ષથી નાસ્તો ફરતો કુખ્યાત આરોપી પ્રવીણ રાઉતને તેના વતન બિહારમાં ફિલ્મી ઢબે વોચ ગોઠવી ઝડપી પાડ્યો હતો.
