Gujarat

સુરેન્દ્રનગરના ચૂડા પંથકમાં મરચાનું પ્રતિ મણ ૩ હજાર ભાવ મળતા ખેડુતો ખુશ

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાનું પાણી આવ્યા બાદ ખેડૂતો તલ, બાજરી, જુવાર, કપાસ, એંરડા, સહિતના પાકોનું વાવેતર કરતા થયા છે. નર્મદાનું પાણી આવ્યા બાદ ખેડૂતો સમૃદ્ધ બન્યા છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂડા તાલુકાના આસપાસના ચોકડી, કુંડલા, ચાંચકા, ભેસજાળ, વસ્તડી સહિતના ગામોમાં હજારો એકર જમીનમાં દેશી મરચા, રેશમપટ્ટો, ધોલર, પટ્‌ઠી, મરચડી જેવા સાત પ્રકારના અલગ અલગ મરચાનું વાવેતર કરવામાં આવે છે. આ ચૂડા તાલુકાના ધોલર અને દેશી મરચા ગૃહણીઓ બારેમાસ માટે ખરીદી કરી ભરી લેતી હોય છે. ગુજરાત સહિત ભારતભરમાં ચૂડાના મરચાની ઘણી જ માંગ છે. ચૂડા આજુબાજુના મરચાઓ લાલ ચટાકેદાર અને સ્વાદિષ્ટ હોય છે. તેથી દરેક સિઝનમાં ચૂડાના મરચાની માંગ હોય છે. હાલ ચૂડા આજુબાજુમાં પાકતા લાલ મરચાનો પાક ચાલુ સાલે મબલક ઉતરતા ખેડુતો ખુશખુશાલ છે. તેમજ શરૂઆતની સિઝનમાં ચૂડાના મરચાનો ભાવ પ્રતિ ૨૦ કિલોએ ત્રણ હજાર જેટલો બોલાતા ખેડૂતો ચાલુ વર્ષે મરચાની ખેતીથી વધુ રૂપિયા રળશે. હાલ બારેમાસ ભરવા માટે મરચાની સિઝન શરૂ થવા જઈ રહી છે. ત્યારે ખેડૂતોએ પણ ખેતરમાં મરચા વીણી અને ખેતરમાં પાથરા પાડવાની કામગીરી શરૂઆત કરી છે ને હાલ ખેતરમાં મરચા સુકવવા મુકાયા છે, હવે વેચાણ માટે મરચા માર્કેટિંગ યાર્ડમાં પહોંચશે. પરંતુ શરૂઆતથી જ મરચાનો ભાવ હાલ ઊંચો બોલાતા ચૂડા તાલુકાના ખેડૂતો ખુશી વ્યક્ત કરી રહ્યાં છે. ચૂડાના મરચા ખુબ પ્રખ્યાત છે. અહીનું મરચું ગુજરાતભરમાં પ્રખ્યાત છે. જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, સુરત અને નવસારી સહિત ગુજરાતભરમાં જાય છે. અહીંના મરચાની ગુણવત્તા ખુબ સારી હોય છે. પણ આ વર્ષે ભાવ વધારે હોવા છતાં ઘરાકી ખુબ સારી છે.સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં સાતથી આઠ જાતના મરચાનું વાવેતર થાય છે. ત્યારે આ વર્ષે ચૂડા સહિત આજુબાજુના વિસ્તારમાં મરચાનો મબલક પાક થતા અને વધુ ઉત્પાદન થતા હાલ મરચાનો ભાવ પ્રતિ ૨૦ કિલોએ ૩ હજાર જેટલો બોલાતા ખેડૂતો ખુશખુશાલ જાેવા મળી રહ્યા છે. ચૂડાના લાલ મરચાની સોડમ પરપ્રાંત સુધી મહેંકી ઉઠી છે. જેમાં ચૂડાનું લાલ મરચુ ગુજરાતનાં તમામ જિલ્લાઓ સહિત બહારના રાજ્યો સુધી પહોંચ્યું છે.

Seven-to-eight-varieties-of-chillies-are-cultivated-in-Chuda-Panth.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *