Gujarat

સુરેન્દ્રનગરમાં મચ્છીનો ત્રાસ વધતા પાલિકા દ્વારા ફોગીંગ કરાયું

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા શહેરી વિસ્તારોમાં દવાનો છંટકાવ હાથ ધરી છે અને આ મચ્છીનો ઉપદ્રવ ઘટે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના જાેરવરનગર, રતનપર અને વઢવાણ સહિતના ગામોમાં તાત્કાલિક ધોરણે પાલિકા તંત્ર એક્શનમાં આવી છે. અને ફોગીંગ કામગીરી હાથ ધરી છે. ઉપરાંત શહેરી વિસ્તારમાં દવા છંટકાવની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. લોકોની આંખોમાં મચ્છી ના જાય તેવા પ્રયાસો પાલિકા તંત્ર દ્વારા હાથ ધરાયા છે. ડીડીટી સહીતની દવાનો છંટકાવ પણ હાથ ધરવામાં આવ્યો છે. ત્યારે આવી મચ્છીનો ઉપદ્રવ ઘટે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં વાતાવરણમાં એક તરફી પલટો આવ્યો છે. ગરમીનું પ્રમાણ વધતું જઇ રહ્યું છે. ઠંડીનું પ્રમાણ ઘટતું જઈ રહ્યું છે. અને મિશ્ર વાતાવરણનો અહેસાસ જિલ્લાવાસીઓ કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી મચ્છીઓનો ત્રાસ વધ્યો છે. ઉડતી મચ્છી વાહનચાલકોના આંખોમાં જઈ રહી છે અને નુકસાન પહોંચાડી રહી છે. ખાસ કરીને જાહેર રોડ રસ્તા ઉપર આવી મચ્છીઓ ભારે હેરાનગતી સર્જી રહી છે. ત્યારે આ મામલે અવાર-નવાર રજૂઆતો બાદ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ઉપરાંત સુરેન્દ્રનગર શહેરી ફોગીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.

Fogging-was-carried-out-due-to-the-torture-of-fish.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *