સુરેન્દ્રનગર જિલ્લાના થાન ના નવાગામ વિસ્તારમાં ખુદ માતાએ પોતાની પુત્રીની હત્યા કરી અને ત્યારબાદ ગળેફાંસો ખાઈ અને તેણે આત્મહત્યા કરી લીધી છે માતા જ પુત્રીની હત્યારી બની છે જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.આ મામલે સુરેન્દ્રનગર જિલ્લાના થાનના નવાગામે આ બનાવ સામે આવ્યો છે માતાએ પોતાની પુત્રીને ગળેફાંસો દઇ અને મોતને ઘાટ ઉતારી છે તેવા સંજોગોમાં માત્ર 9 મહિનાની બાળકીને મોતને ઘાટ ઉતારવામાં આવતા સુરેન્દ્રનગર શહેર તથા સમગ્ર જિલ્લામાં આ એક ચકચારી ઘટના સામે આવી છે. આ મામલા ની જાણકારી થતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત પણ ઘટના સ્થળે દોડી ગયા છે અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે જોકે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે લગ્નજીવન બાદ અલગ રહેવા અને ઘરકંકાસથી દૂર રહેવા અને સમયથી પતિ-પત્ની સાસુ-સસરા સાથે ઝઘડો ચાલતા હતા અને પતિથી અલગ ન થતાં સૌપ્રથમ વખત માતાએ પોતાની નવ મહિનાની પુત્રીને પોતાના ઘરમાં જ સુતરની દોરી સાથે લટકાવી અને મોતને ઘાટ ઉતારી છે ત્યાર બાદ માતાને આ મામલો લાગી આવતા માતાએ પણ પોતાના ઘરમાં જ આત્મહત્યા કરી લીધી છે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે.
આ મામલે ઘટના સ્થળે પોલીસ દોડી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે ક્લમ 302 મુજબ તે એવી રીતે આ કામના આરોપી ભાવુબેન રાજેશભાઇ વિઠ્ઠલભાઇ ડાભી જાતે.ત.કોળી રહે.નવાગામ બંધપરા વિસ્તાર તા.થાનગઢ જી સુરેન્દ્રનગરવાળા પોતાના સાસુ સસરા પતિ તથા દિકરી નિહારીકા ઉ.વ.9 માસ સાથે સંયુક્ત પરીવારમાં રહેતા હોય
અને તેમના સાસુ સસરા તથા ભાઇઓથી અલગ રહેવા માંગતા હોય અને તેમના પતિ સૌથી નાના દિકરા હોય જેથી તેઓને અવાર નવાર સમજાવવા છતા માનતા ન હોય અને અલગ રહેવાની જીદ કરતા હોય જેથી આરોપી ભાવુબેનને લાગી આવતા પહેલા તેમના પતિ દુધ ભરવા માટે ગયેલ હોય ત્યારે આરોપી પત્નિ ભાવુબેનનાઓ તેમની દિકરી નિહારિકાબેન ઉં.વ.09 માસવાળીને ગળે દોરી બાંધી લટકાવી ગળોફાંસો આપી મોત નિપજાવેલ હોય અને પોતે પણ દોરીથી એ જ રૂમમાં પોતાની જાતેથી ગળેફાંસો ખાઇ આપઘાત કરી મરણ ગયેલ મામલે તપાસ હાથ ધરવા માં આવી છે. પતિ દૂધ ભરવા ગયા બાદ પત્નીએ મોતનો ખેલ ખેલ્યો
સુરેન્દ્રનગર જિલ્લામાં હૃદયકંપી કિસ્સો સામે આવ્યો છે માતાના આથી વધુ એક પુત્રીની હત્યા થઈ ચૂકી છે ત્યારે ઉલ્લેખનીય છે કે થાન ના નવા ગામ વિસ્તારમાં માતાએ પોતાના પુત્રીની હત્યા કરી નાંખી છે ગળેફાંસો ખાઈ અને હત્યા કરી નાખવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે પતિ દૂધ ભરવા ગયા અને ત્યાર બાદ પત્નીએ પોતાની નવ મહિનાની નિહારિકા નામની ફૂલ જેવી દીકરીને ગળે ફાંસો દઈ અને મોતને ઘાટ ઉતારી દીધી છે ત્યારે આ મામલાની જાણકારી પરિવારજનોને થતા પરિવારજનો તાત્કાલિક ધોરણે નવ મહિનાની બાળકીને પોતાની માતા પાસેથી આચકી લઈ અને ત્યારબાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ડોક્ટરની ટીમ દ્વારા આ બાળકીને મૃત જાહેર કરવામાં આવી છે ત્યારે ઘર કંકાસ અને જુદા રહેવાના પગલે માતાએ જ બાળકીની હત્યા કરી નાખી છે. રિપોર્ટ જયેશભાઈ મોરી થાનગઢ


