Gujarat

સેલવાસની કંપનીમાં એક યુવકનો મશીનમાં પગ આવી જતાં મોત થયું

વલસાડ
વલસાડને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસના નરોલીની શ્રુતિ એન્ટરપ્રાઇઝની કંપનીમાં મશીનમાં ફસાઈ જતાં એક કામદારનું કમકમાટીભર્યુ મોત થયું હતું. બાદમાં તે લોહી લુહાણ હાલતમાં કંપનીમાં તડપતો રહ્યો હતો અને છેવટે મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.દાદરા અને નગર હવેલીના સેલવાસના નરોલીની શ્રુતિ એન્ટરપ્રાઇઝની કંપનીમાં મશીનમાં ફસાઈ જતાં એક કામદારનું મોત થયું હતું. કંપનીના ૧૯ વર્ષીય કામદારનો પગ દોરા બનાવતી મશીનમાં ફસાઈ જતા ઘાયલ થયો હતો. જેના પગલે તેનું મોત થયું હતું. નોંધનીય છે કે કામદાર કેવી રીતે મશીનમાં ફસાયો એ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

A-middle-aged-passengers-leg-was-crushed-in-ST-depot.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *