Gujarat

સોખડા સ્વામિનારાયણ મંદિરનો વિવાદ વકરતા હાઈકોર્ટમાં પહોંચ્યો

વડોદરા
વડોદરામાં સોખડા હરિધામ સ્વામીનારાયણ મંદિરમાં ચાલી રહેલો વિવાદ હવે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. સોખડા મંદિરમાં ૪૦૦થી વધુ સાધુ, સંતો અને હરિભક્તોને ગેરકાયદેસર રીતે ગોંધી રખાયા હોવાની હાઈકોર્ટ સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. જેને લઇને કોર્ટે બંધકોને તત્કાલ છોડાવી કોર્ટ સમક્ષ હાજર કરવા પોલીસને હુકમ કરવામા આવ્યો છે. હરીપ્રસાદ સ્વામીના સેક્રેટરીએ કોર્ટમાં અરજી કરી છે. જેમાં ૧૦ હજાર કરોડ રૂપિયા સંપતિ પચાવી પાડવા માટે પ્રેમ સ્વરુપ સ્વામી અને તેમના મળતિયાઓ બદ ઈરાદાથી વર્તી રહ્યા હોવાની કોર્ટ સમક્ષ ફરિયાદ કરાઈ છે.

Gujarat-high-court.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *