Gujarat

સોનાના ઘરેણા અને કીમતી વસ્તુઓ પરત કરી…

વંથલી ખાતે 108 સ્ટાફ દ્વારા અકસ્માત દરમિયાન મળી આવેલ સોનાના દાગીના સહિત ની કીમતી વસ્તુ મૂળ માલિક ને પરત પહોંચાડયા…
પંથકના લોકોએ પ્રસંસનીય કામગીરીને બિરદાવી….
            પોરબંદર થી જુનાગઢ તરફ જઈ રહેલ મહેર સમાજના પરિવારને વંથલીના નરેડી નજીક અકસ્માત નડ્યો હતો.અકસ્માત બાદ પરિવારજનોને નાની મોટી ઇજા પહોંચતા 108 મારફતે વંથલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તે સમયે 108 પાયલોટ હિતેન્દ્રભાઇ પરમાર અને EMP કમલેશ ભાઈ જીજુવાડિયાને અકસ્માત સ્થળે થી પરિવારના કિંમતી ઘરેણા અને ડોક્યુમેન્ટો મળી આવ્યા હતા. ત્યારે તેમના દ્વારા  મૂળ માલિક અને પરિવારને પરત કરી પ્રશંસનીય અને સરાહનીય કામગીરી કરી હતી. આ કામગીરીને વંથલી પંથકના લોકો અને વંથલી સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા 108 સ્ટાફના બંને કર્મચારીઓને બિરદાવવામાં આવ્યા હતા.
રીપોર્ટ:હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20221205_210652.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *