સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
તા.૨૪,મે-૨૦૨૨, મંગળવાર
સોમનાથ બસ સ્ટેશન પાસે, સોમનાથ ટ્રસ્ટ બુકિંગ ઓફિસ સામે તન્ના શોપિંગ સેન્ટર ખાતે આજરોજ નુતન પ્રસાદ કેન્દ્ર નો પ્રારંભ કરવામાં આવ્યો હતો, શ્રી સોમનાથ મંદિરે આવતા યાત્રિકો મંદિર રાત્રે બંધ થયા બાદ પણ સરળતાથી પ્રસાદ આ કેન્દ્ર ખાતે થી મેળવી શકાશે. સાથે જ સોમનાથ પાર્કિંગ, વિવિધ અતિથિગૃહો, બસ સ્ટેશન મા આવતા યાત્રિકો માટે આ પ્રસાદ કેન્દ્ર ખુબ સરળતાથી પ્રસાદ મેળવવા માટે માધ્યમ બનશે. આ પ્રસાદ કેન્દ્ર સવારે ૭:૦૦ થી રાત્રે ૧૧:૦૦ સુધી યાત્રીસેવા મા ખુલ્લું રહેશે.
પ્રારંભે ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી, એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી તથા ટ્રસ્ટના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.હોવાનું પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું
Attachments area


