સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
આગામી થોડા જ દિવસોમાં પવિત્ર શ્રાવણ માસ ની ત્યારી સ્વરૂપે સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી કમ સેક્રેટરી પ્રવિણ ભાઈ લહેરી અને કેડી દેસાઇ સાહેબ ના માર્ગ દર્શન સાથે જનરલ મેનેજર વિજય સિંહ ચાવડા સાહેબ દ્વારા જણાવ્યું હતું કે શ્રાવણ મહિના માં દર્શનારથી ઓ સરસ રીતે દર્શન કરી શકે તે હેતુથી સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૨૯ જૂલાઇ થી શરૂ થઈ રહેલ શ્રાવણ માસ ના દિવસો માં પૂજાવિધિ યાત્રી સુવિધા મંદિર દર્શન સમય વિવિધ સણગાર વિજ રોશની શણગાર
અંગે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં યાત્રીઓ ને કોઈ પણ પ્રકાર ની મુશ્કેલી ન પડે તે હેતુથી તમામ પ્રકારની તકેદારી સાથે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં રવિવાર અને સોમવાર ના સોમનાથ મહાદેવ ના દર્શન નો સમય ફેરફાર ની વિચારણા જેમાં શ્રાવણ મહિના માં રવિવારે સોમવારે વ્હેલી સવારે ૦૪ વાગ્યે તેમજ અન્ય દિવસો માં વ્હેલી સવારે ૦૫.૩૦ વાગ્યે સોમનાથ મહાદેવ મંદિર દર્શન જે રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલુ રહે તેમજ માસિક શિવરાત્રી એ મંદિર રાત્રી ના ૧ વાગ્યા સુધી રહે તેવી સંભવના હોવાનું સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી કમ સેક્રેટરી પ્રવિણ ભાઈ લહેરી કેડી દેસાઇ સાહેબ ના માર્ગ દર્શન સાથે આયોજન બાબતે વિચારણા ચાલી રહેલ હોવાનુ જનરલ મેનેજર વિજય સિંહ ચાવડા સાહેબ દ્વારા પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર ને અખબારી અહેવાલો માં જણાવ્યું હતુ