Gujarat

સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ ન મુકવા રાધનપુર પોલીસે અપીલ કરી

પાટણ
રાધનપુર પોલીસ સ્ટેશનની હદમાં બનેલા શેરગઢ ગામના બનાવ તથા અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ધંધુકા મુકામે ભરવાડ યુવાનની હત્યાના બનાવ સંદર્ભે કરવામાં આવતી ભડકાઉ અને શાંતિ ભંગ કરતી પોસ્ટ માટે રાધનપુર પોલીસ દ્વારા જાહેર જનતાને સંદેશ પાઠવાયો હતો. જેમાં અમુક અસામાજીક તત્વો હિન્દુ-મુસ્લીમ કોમ વચ્ચે જાહેર સુલેહશાંતી ડહોળવા અને કોમ- કોમ વચ્ચે વૈમન્ય પેદા કરવા માટે સોશિયલ મીડીયા ઉપર ભડકાઉ અને શાંતિભંગ કરતી પોસ્ટ મુકી જાહેર શાંતિને ડહોળવાનો પ્રયાસ કરતાં હોવાનો ઉલ્લેખ કરાયો હતો. જેથી આ બાબતે તમામને નોંધ લેવા રાધનપુર પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે, કોઇપણ વ્યકિત આવી ગેરકાયદેસર પ્રવૃતિ અથવા કોઇ વ્યકિત મારફતે સોશિયલ મીડિયામાં ગેરકાયદેસરની પોસ્ટ મુકી લોકોને ઉશ્કેરવાના પ્રયાસ કરશે તો તેવા વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ તંત્ર દ્વારા કાયદાકીય રીતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં રાધનપુર પોલીસ દ્વારા જનતાને જણાવાયું હતું કે આ બાબતે પોલીસ વિભાગ દ્વારા સાઇબર ક્રાઇમ સેલથી વોટ્‌સઅપ, ઇન્સટ્રાગ્રામ, ફેસબુક, ટ્‌વીટર અને સ્નેપચેટ જેવી તમામ સોશિયલ સાઇટ્‌સ ઉપર અલગ-અલગ ટીમો બનાવી આવી પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર સતત બાજ નજર રાખવામાં આવે છે. જેથી જાે આવી પ્રવૃતિ પોલીસના ધ્યાનમાં આવશે તો, તેના વિરુદ્ધ કાયદાકીય રીતે કડકમાં કડક પોલીસ વિભાગ દ્વારા કાનુની કાર્યવાહી કરવામાં આવશે.

Radhanpur-Police-Station.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *