ગિરગઢડા
ભરત ગંગદેવ.
સૌરાષ્ટ્ર દલિત સંગઠન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી શૌર્ય દિવસ ની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ તાલુકાના ભાલપરા ચોકડી પાસે ભવ્ય ઉજવણી કરવાની તૈયારી ચાલી રહી છે જેમાં ભીમા કોરેગાવ ના સ્તુપ ની પ્રતિકૃતિ મુકવામાં આવી છે સ્તૂપ ને સલામી આપવામાં આવશે અને શૌર્ય મહોત્સવ ની વેશભૂષા સાથે નાચગાન કરશે અને આ તકે નવા ચુંટાયેલા પ્રતિનિધિઓ સરપંચ અને સભ્યો નુ સન્માન કરવામાં આવશે તેમજ સૌરાષ્ટ્ર દલિત સંગઠન જિલ્લા તાલુકા કારોબારી જાહેરાત કરવામાં આવશે અને સંગઠન દ્વારા નિર્મિત ખેડુત સહકારી મંડળી.મહિલા મંડળી વગેરે નુ આ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવશે આ કાર્યક્રમની હાલ વેરાવળ ખાતે તાડમાર તૈયારી સંગઠન ના સૌરાષ્ટ્ર ના કાર્યકર્તાઓ દેવેનભાઈ વાણવી ના માર્ગદર્શન હેઠળ કરી રહ્યા છે
તુલસી ચાવડા વેરાવળ ની યાદીમાં જણાવાયું છે.


