Gujarat

સૌરાષ્ટ્ર યુનિ.ના જુદા જુદા ૪૯ કોર્સની ૩ ઓગસ્ટથી પરીક્ષા શરૂ

રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ૩ ઓગસ્ટથી શરૂ થતી પરીક્ષામાં મોટાભાગના વિદ્યાર્થીઓ ૨૦૧૬ અને ૨૦૧૯ના વર્ષના છે. જેમાં બી.એ. સેમેસ્ટર-૧ના ૩૩૮૩ વિદ્યાર્થી, બી.એ. સેમેસ્ટર-૩ના ૨૬૯૧, બીબીએ સેમેસ્ટર-૧ના ૧૭૦૦, બીબીએ સેમેસ્ટર-૩ના ૯૨૫, બી.કોમ. સેમેસ્ટર-૧ના ૬૦૧૬, બી.કોમ. સેમેસ્ટર-૩ના ૬૪૭૮, બીસીએ સેમેસ્ટર-૧ના ૧૦૫૫, બીસીએ સેમેસ્ટર-૩ના ૮૩૨, બીએસ.સી. સેમેસ્ટર-૧ના ૧૪૬૧, બીએસ.સી. સેમેસ્ટર-૩ના ૧૧૬૯ ઉપરાંત બી.એડ.ના ૪૧૧૫ સહિત કુલ ૨૪,૫૭૩ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છેલ્લા કેટલાક સમયથી ૨૦૧૬ અને ૨૦૧૯ના વર્ષમાં એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પરીક્ષા લઇ રહી છે ત્યારે આગામી તારીખ ૩ ઓગસ્ટથી યુનિવર્સિટીના ૨૪૫૭૩ વિદ્યાર્થીની પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. જુદા જુદા ૪૯ કોર્સના વિદ્યાર્થીની પરીક્ષા રાજકોટ સહિત ૩૫ કેન્દ્ર ઉપર લેવાશે. આ પરીક્ષા માટે યુનિવર્સિટીએ ૩૦ જેટલા ઓબ્ઝર્વર પણ નિયુક્ત કર્યા છે જે પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવાય તેનું મોનિટરિંગ કરશે.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *