Gujarat

સ્ટેશન વાવડી ગામના સરપંચ અકસ્માતે કૂવામાં પડી જતાં મોત

જેતપુર માર્કેટિંગ યાર્ડનાં હાલના ડિરેક્ટર પણ હતા: શ્રદ્ધાંજલિ રૂપે માર્કેટિંગ યાર્ડમાં ગઇ કાલે હરરાજી રાખવામાં આવી હતી સ્થગિત
જેતપુર તાલુકાના સ્ટેશન સ્ટેશન વાવડી ગામના સરપંચ તેમજ હાલના જેતપુર માર્કેટિંગ યાર્ડનાં ડિરેક્ટર પોતાની વાડીએ અકસ્માતે પગ લપસતાં કૂવામાં પડી જતાં મોત નિપજ્યુ હતું આ બનાવને લઈને જેતપુર પંથકમાં ગમગીની છવાઈ હતી.
ઘટના મુજબ જેતપુર તાલુકાના સ્ટેશન વાવડી ગામના ખેડૂત સરપંચ તેમજ માર્કેટિંગ યાર્ડનાં હાલના ડિરેક્ટર  શીવલાલ બચુભાઈ ભૂવા (ઉ.વ.51) તારીખ 4 નાં રોજ પોતાની વાડીમાં આવેલ કૂવા પાસે 6 વાગ્યા આસપાસ પીપળનાં વૃક્ષની ડાળી કાપતા હતા એ સમયે એકા એક પગ લપસતાં પાણી ભરેલા કુવામાં ગરકાવ થયાં હતાં જેની જાણ આજુબાજુના સ્થાનિકોને જાણ થતાં શિવલાલ ભૂવાને કૂવામાંથી બહાર કાઢી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં જેતપુર સરકારી હોસ્પિટલનાં ફરજ પરના ડોકટરે તપાસ કરી મૃત જાહેર કરતા પરિવાર તેમજ સ્ટેશન વાવડી ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી મૃતદેહને પીએમ રિપોર્ટ માટે ખસેડી તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
અકસ્માતે મરણજનાર  શીવલાલ બચુભાઈ ભુવા સ્ટેશન વાવડી ગામના સરપંચ તો હતા સાથે જેતપુર માર્કેટ યાર્ડના હાલના ડીરેકટર પણ હતા  અકસ્માતે મોત થતા ગઇ કાલના રોજ જેતપુર માર્કેટીંગ યાર્ડમાં હરરાજી બંધ રાખવામાં આવી હતી
તેમજ આજે સ્વ. શીવલાલ ભુવાને શ્રધ્ધાંજલી અર્પવા માટે સવારના 11 કલાકે જેતપુર યાર્ડમાં સતાધીશો દ્વારા શ્રદ્ધાંજલિ રૂપે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું છે
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220504-WA0170.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *