Gujarat

સ્વર કોકિલા લતાદીદીનાં નિધનના સમાચાર સાંભળીને સમગ્ર સાવરકુંડલા પંથકમાં ગમગીનીનો માહોલ વસંતપંચમીનાં પછીનાં દિવસે નિધન.. વસંતપંચમી સમગ્ર મહારાષ્ટ્રમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સ્વર કોકિલા સૂરનાં રસથાળ સમા સુપ્રસિદ્ધ ભારત રત્ન ગાયિકા લતા મંગેશકરનું  અર્થાત્ દીદીનું  આજે ૯૨ વર્ષની વયે નિધન થયું. આ વર્ષે જાન્યુઆરીમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ તેમને કોરોના અને ન્યૂમોનિયા થયેલ. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ આ ન્યૂઝ બ્રેક કર્યા છે. આ આધાતજનક સમાચાર જાણીને
સમગ્ર કલાજગત હતપ્રભ અને ઘેરા શોકમાં ગરકાવ..દેશનો એક ગીત સંગીતનો આખો અધ્યાય પૂર્ણ…. એક સિતારો વિલુપ્ત થયો… બસ હવે રહી તો માત્ર યાદોં..એ મેરે વતન કે લોગો જેવા ચિરંજીવી ગીતોના ગાયિકા આજે અનંતની વાટે ખાસ કરીને સાવરકુંડલા આસપાસના વિસ્તારમાં આ સમાચાર મળતાં જ ગમગીનીનું મોજું છવાઈ ગયું હતું. આમ પણ રાજુલા તાલુકાના મોરંગી ગામના વતની અને હાલ દીદીની સેવામાં મહેશભાઈ સતત દીદીનો પડછાયો બની સેવા કરતાં હતાં હજુ ગઈકાલે જ સાવરકુંડલા સાંઈધામના કૌશિકગિરિ ગોસ્વામી પર વસંત પંચમી નિમિત્તે દર વર્ષની માફક આ વર્ષે પણ શુભ સંદેશ દીદી વતી આવ્યો હતો અને દીદીનું સાવરકુંડલા સાંઈધામના ખાતે પણ ખાસ એટેચમેન્ટ હતું અને તેમણે અગાઉ અહીં સાંઈધામને રૂપિયા અગિયાર હજારનો ચેક પણ અર્પણ કરેલ. વળી મોરંગી ખાતે બનેલ સાંઈબાબાનાં મંદિરની જ્યોત મહેશભાઈ શિરડી સાંઇબાબાનાં મંદિરથી લાવેલા અને એ સાંઈબાબાનાં મૂર્તિ લતાદીદી તરફથી મંદિરને અર્પણ કરવામાં આવેલ આમ લતાદીદીનો સાવરકુંડલા શહેરમાં સાથે પણ એક ખાસ સંબંધ હતો. સાવરકુંડલાના આભૂષણ સમા ડીઝીટલ મિડિયા ગુજરાતી ટી.વી નાઈન ન્યૂઝ ચેનલના ભાઈ ભાઈ પ્રોગ્રામના વરિષ્ઠ પત્રકાર મહેન્દ્રભાઈ બગડા સાથે પણ દીદીની યાદો વણાયેલી છે. આ સંદર્ભે સાવરકુંડલા સદાય તેમનું ઋણી રહેશે..ઈશ્ર્વર તેમના આત્માને ચિર શાંતિ આપે એવી પ્રાર્થના..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *