નવસારી
ગાંધીજીની આગવાનીમાં યોજાયેલી દાંડીકૂચ આઝાદીનું પ્રવેશદ્વાર સમાન માનવામાં આવે છે. હાલમાં ગણ્યા ગાંઠિયા સ્વતંત્ર સેનાની અને નમક સત્યાગ્રહના સાક્ષીઓ હયાત છે. ત્યારે દાંડી કૂચ યાત્રાના એકમાત્ર છેલ્લા સાક્ષી એવા નરસિંહભાઈ પટેલનું નિધન થયું છે. જેથી ગાંધીવાદીઓમાં શોકની લાગણી પ્રસરી છે. દાંડીનું નમક સત્યાગ્રહથી અંગ્રેજી હકુમતને હચમચાવી નાખી હતી. નરસિંહભાઈ પોતાના દીકરા સાથે ન્યુઝીલેન્ડ ખાતે સ્થાયી થયા હતા. ૧૦૨ વર્ષની વયે ન્યુઝીલેન્ડ ખાતે તેઓનું નિધન થયું છે. સોલ્ટ મેમોરિયલ સ્મારકના લોકાર્પણ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું બહુમાન કર્યું હતું. જૈફ વયે નાદુરસ્ત તબિયતને કારણે તેમનું દેહાંત થયું છે. સ્વાતત્ર્યસેનાની નરસિંહ ભાઈના નિધનથી નવસારીના કાંઠા વિસ્તારમાં સહિતમાં શોકની લાગણી વ્યાપી છે.

