Gujarat

હત્યાના આરોપીની જામીનની પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલા જ છોડી મુકતા ફરિયાદ

સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા સબજેલમાં હત્યાના ગુનામાં સજા કાપતા કાચા કામના કેદીને જેલ પ્રશાસને છોડી મુક્યો હતો. હત્યાના આરોપીના જામીનની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ નહતી અને એ પહેલા જ કેદીને છોડી મુકતા આ અંગે ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈ પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. જેલ પ્રશાસને દાખવેલી બેદરકારીના પગલે હવે પોલીસને હેરાન થવાનો વારો આવ્યો છે કારણ કે કાચા કામના કેદીની સંપૂર્ણ જામીન પ્રક્રિયા પૂર્ણ થયા પહેલા જ તેને છોડી મુકતા હવે સ્થાનિક પોલીસને ફરીથી આ કેદીની ધરપકડ કરવા જહેમત ઉઠાવવી પડશે. આ તરફ જામીન પ્રક્રિયા પૂર્ણ કર્યા પહેલા જ કેદીને છોડી મુક્યા હોવાની ફરીયાદની તપાસ શરૂ થઇ છે અને જે પણ દોષિત જણાશે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ ધ્રાંગધ્રા ડિવીઝનના જે.ડી.પુરોહીતે જણાવ્યું છે.સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી ધ્રાંગધ્રાની સબજેલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. શહેરની સબજેલમાં કેટલીય વખત મોબાઇલ, દારુની બોટલો, તિક્ષ્ણ હથિયાર, સીમકાર્ડ મળી આવવાની ઘટના સામે આવી ચુકી છે. જે અંગે ફરિયાદો પણ નોંધાઈ છે. ત્યારે વધુ એક વખત ધ્રાંગધ્રા જેલ પ્રશાસનની ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં જામીનની પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલા જ હત્યાના આરોપીને છોડી મુકવામાં આવ્યો હતો. જેની ફરીયાદ નોંધાઈ છે.

Also-order-to-pay-compensation-of-one-lakh.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *