મોરબી
હળવદ પોલીસે ઢવાણા ચેક પોસ્ટ નજીકથી શંકાસ્પદ રીતે પસાર થઇ રહેલી અલ્ટો કાર અટકાવી તેની તલાશી લીધી હતી. નોંધનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામના મુકેશ અવચરભાઈ ચારોલાની કારમાંથી ૧૦૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. હળવદ પોલીસે રૂ. ૨ હજારનો દેશી દારૂ તેમજ મારૂતિ સુઝુકી અલ્ટો કાર નંબર જીજે-૧૩-એએમ.૭૧૭૮ કિંમત રૂ. ૧.૨૦ લાખ મળી કુલ રૂ. ૧.૨૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે પ્રોહિબિશન એક્ટ અન્વયે ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.હળવદ પોલીસે ઢવાણા ચેક પોસ્ટ નજીકથી શંકાસ્પદ રીતે પસાર થઇ રહેલી અલ્ટો કાર અટકાવી તલાશી લેતા તેમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. હળવદ પોલીસે કુલ રૂ. ૧.૨૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી ચાલકને અટકાયતમાં લીધો હતો.


