અમદાવાદ
ભારત સરકાર હસ્તકની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેસ્ટિસાઈડ ફોર્મ્યુલેશન ટેકનોલોજીના ડાયરેકટ દ્વારા એક સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં રાજ્યના પેસ્ટીસાઈડ ફોર્મ્યુલેશન કરતી કંપનીના હોદેદારો હાજર રહ્યા હતા. આ સેમિનારમાં પેસ્ટીસાઈડમાં કેમિકલની માત્રા ઘટાડવા અંગે તથા ટેકનોલોજીના ઉપયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અમદાવાદના આઈપીએફટી ના ડાયરેકટ અને અલગ અલગ ઇન્ડસ્ટ્રીના લોકો વચ્ચે સેમિનાર યોજાયો હતો. અત્યારે પેસ્ટિસાઈડના કારણે થતા રોગો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને પેસ્ટિસાઈડના મેન્યુફેક્ચરિંગમાં ટેકનોલોજીના ઉપયોગ કરીને કેમિકલનો ઘટાડો કરવા અંગે જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ખેડૂતોને નુકસાન ન થાય તે તકેદારી રાખવા પણ જણાવ્યું હતું. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીમાં આવતા પ્રશ્નોના નિવારણ પણ ડાયરેકટર દ્વારા આપવામાં આવ્યા હતા. અમારી ઇન્સ્ટિટ્યૂટમાં થયેલ રિસર્ચના આધારે હવે પેસ્ટિસાઈડના મેન્યુફેક્ચરિંગ તથા ફોર્મ્યુલેશનમાં સુધારો કરીને તેમાં કેમિકલનું પ્રમાણ ઘટાડી અન્ય વસ્તુઓ ઉમેરવામાં આવશે. જેનાથી લોકોના સ્વાસ્થયને જાેખમ ઘટે. ખેડૂતોના પાકને નુકસાન ન થાય તથા ખેડૂતોને પેસ્ટિસાઈડના ઉપયોગ કરતા મુશ્કેલી ના થાય તે બાબત ધ્યાનમાં રાખવામાં આવશે.


