Gujarat

હાર્દિક પટેલે પોતાના વોટ્‌સએપ ડીપીમાં કેસરી ખેસ પહેરેલો ફોટો મુકતા અટકળો શરૂ

અમદાવાદ
હાર્દિક પટેલ પાર્ટી સામે સખત નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. ત્યાર બાદ ભાજપની પણ પ્રશંસા કરી રહ્યા છે, જેને પગલે તેમની કોંગ્રેસ છોડવાની અને ભાજપમાં જાેડાવાની અટકળો તેજ બની ગઈ છે. ૨૩ એપ્રિલે વ્હોટ્‌સએપ ડીપી બદલ્યા બાદ ફરી ડીપી બદલ્યું છે અને કેસરી ખેસ સાથેનો ફોટો મૂક્યો છે. વ્હોટ્‌સએપ, ફેસબુક અને ટ્‌વીટરમાં હાર્દિક પટેલે જે પ્રોફાઈલ પિક્ચર રાખ્યા હતા એ ત્રણેયમાં સરખાં હતાં. એમાં બ્લૂ બેકગ્રાઉન્ડ હોય, પોતાનો ફોટો હોય અને બાજુમાં કોંગ્રેસનો પંજાે દોર્યો હોય. સાથે લખ્યું હોય કે હું લડીશ અને જીતીશ. આ પ્રોફાઈલ પિક્ચર વ્હોટ્‌સએપમાંથી નીકળી ગયું છે અને એની જગ્યાએ ૨૩ એપ્રિલે ફોર્મલ ફોટો આવી ગયો હતો. જ્યારે આજે ફરી વોટ્‌સએપ ડીપી બદલ્યું અને કેસરી ખેસ સાથેનો ફોટો મુક્યો છે. જાેકે ફેસબુક અને ટિ્‌વટરમાં પંજાવાળું પ્રોફાઈલ પિક્ચર યથાવત્‌ છે, પણ એવું માનવામાં આવે છે કે હાર્દિક પટેલ કોઈ નવાજૂની કરવાના મૂડમાં છે અને બદલાવની શરૂઆત વ્હોટ્‌સએપમાં ડીપીથી કરી દીધી છે. હું તેમની સારી બાબતને સ્વીકારું છું. તેમણે કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવી, રામમંદિર બનાવડાવ્યું, એને મેં સ્વીકાર્યું હતું અને તેમનાં આ પગલાંને બિરદાવું છું. સારું કામ થતું હોય તો એની પ્રશંસા કરવી જાેઇએ અને સ્વીકારવું જાેઇએ. હું સત્તાના પ્રેમમાં આ વાત નથી કરતો. રાજ્યમાં મારાથી મોટો હિન્દુવાદી કોઇ રાજકારણી નહીં હોય. મારા ઘરે ભગવાન રામની મોટી મૂર્તિ છે, તેની હું રોજ પૂજા કરું છું. મારા પિતાની પુણ્યતિથિએ ૪૦૦૦ ગીતાનું વિતરણ કરીશ. હાર્દિકને કોઇ હિન્દુવિરોધી નહીં ચિતરી શકે જેવું બીજા યુવાન નેતાઓ માટે થયું હશે.ર ૧૧ દિવસ પહેલાં પીટીઆઈ સાથેની ખાસ વાતચીતમાં હાર્દિક પટેલ પાર્ટીથી નારાજ હોવાનો અને રાહુલ ગાંધી સુધી પોતાની ફરિયાદ કર્યાનું જણાવ્યું હતું. જાેકે તેની ફરિયાદને ગંભીરતાથી ન લેતાં પાર્ટી છોડે તેવા સંકેત આપ્યા હતા. હાર્દિક પટેલે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે મને એટલો હેરાન કરવામાં આવે છે કે એ મને બહુ ખરાબ અનુભવાય છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઈચ્છે કે હું પાર્ટી છોડી દઉં. મને દુઃખ છે કે રાહુલ ગાંધીને ઘણીવાર પરિસ્થિતિની જાણ કરી, પરંતુ કોઈ પગલાં લેવાયાં નથી.

Hardik-Patel-changed-WhatsApp-DP-again.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *