સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આમ તો સમાચાર સુખદ છે. સાવરકુંડલા શહેરનો જૂના બસસ્ટેન્ડના રોડનો એ કટકો ફરી ડામર પાથરી પેવિંગ કરી બનાવતાં લોકોને આ વિસ્તારમાંથી પસાર થતાં હાલાકીમાં રાહત થઈ.. આવી રીતે શહેરના તમામ રસ્તાનું નવીનીકરણ થાય તો ખાસ કરીને રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને રાહત થાય અને શહેરની શોભામાં અભિવૃદ્ધિ થાય..અને શહેરની નાવલી નદીમાંથી પસાર થતાં હાઈવે પર પણ હવે રીકાર્પેટીંગ થઈ જાય તો વાહનચાલકોના વાહનની આવરદા પણ વધે અને આ મોંઘા દાટ પેટ્રોલની થોડી ઘણી બચત પણ થઈ શકે.

