Gujarat

હિંમતનગરમાં છેતરપીંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડ્‌પાયો

સાબરકાંઠા
વિધાનસભાની ચૂંટણીઓમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવે છે. આ દરમિયાન એસઓજીએ હિંમતનગર એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત તથા છેતરપીંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને બેરણા રોડ પરથી ઝડપી લઇ જેલ હવાલે કર્યો હતો. આ અંગે એસઓજી પીઆઈ એન.એન. રબારીએ જણાવ્યું હતું કે, ચુંટણીને લઈને જીલ્લા પોલીસ વડાની સુચના મુજબ એસઓજીના પીએસઆઈ કે. બી. ખાંટ સ્ટાફના કિરીટસિંહ, ભાવેશકુમાર, નિકુંજકુમાર, મયુરધ્વજસિંહ અને રોહિતકુમાર સહિતની ટીમ હિંમતનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. આ દરમિયાન કોન્સ્ટેબલ ભાવેશકુમાર, પશા તથા નિરજકુમાર, નરસિંહને સંયુક્ત રીતે બાતમી મળી હતી. હિંમતનગર એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી નાસતો ફરતો આરોપી અલ્પેશ ઉર્ફે અપૂર્વ દેવા પટેલ બેરણાનો રહેવાસી બળવંતપુરા ફાટક પાસે આવતા બેરણા રોડ પર રહ્યો હોવાની બાતમીના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેને હિંમતનગર એ-ડિવીઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *