Gujarat

હિંમતનગરમાં ૧૪૪ કલમ દાખલ થયા બાદ ૩૯ લોકો સામે ફરિયાદ દાખલ

અમદાવાદ
હિંમતનગર અને ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હોવાનો બનાવ બન્યો હતો. સાબરકાંઠામાં એસપી સહિત ૧૦ પોલીસકર્મીને પથ્થરમારામાં ઈજા પહોંચી છે.બીજી તરફ આરએએફની ટીમ હિંમતનગર પહોંચી ગઈ છે. જે શહેરમાં પેટ્રોલિંગ કરશે. હાલમાં શહેરમાં જે વિસ્તારોમાં ૧૪૪ની કલમ લગાવવામાં આવી છે. ત્યાં આ ફોર્સ પેટ્રોલિંગ કરશે. શહેરમાં હસનનગર, જુના બજાર ન્યાય મંદિર, પોલો ગ્રાઉન્ડ સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. તે ઉપરાંત ૩૯ લોકો સામે નામ જાેગ ફરિયાદ કરાઈ છે અને ૭૦૦ લોકોના ટોળા સામે સંપત્તિને નુકસાન પહોંચાડવાની ફરિયાદ દાખલ કરાઈ છે. શહેરમાં રાયોટિંગ અને ગુનાહિત ષડયંત્રની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. હિંમતનગર એ ડિવિઝન , બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ૭૦૦થી વધુના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ૩ અલગ અલગ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના છાપરિયા વિસ્તારમાં અશરફનગર કસ્બા, ઈમામવાડા અને વણઝારા વાસમાં પથ્થરમારા સાથે તોડફોડ કરાઈ હતી. ઘર્ષણની ઘટનામાં ૩૯ શખ્સો સામે નામ જાેગ અને ૭૦૦થી વધુના ટોળા સામે ડેમેઝ ટુ પબ્લિક પ્રોપર્ટી એટલે કે સંપત્તિને નુકસાન પહોંચાડવા અંગે ફરિયાદ નોંધાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *