ગિરગઢડા તા 30
ભરત ગંગદેવ..
હિન્દૂ મુસ્લિમ એકતા નું પ્રતીક એટલે કે તાલાલા ગીર , ગુજરાત ના એવા જૂજ શહેરો કે જેમાં ક્યારેય હિન્દૂ મુસ્લિમ ના કોમી તોફાનો ક્યારેય થયાજ નથી તેમાંનું એક ગીરસોમનાથ જિલ્લા નું તાલાલા ગીર. તાલાલા ખાતે રોઝા નિમિતે સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત ના ભાયો સાથે ઈફ્તાર પાર્ટી માં રોઝા ખોલાવતાં તાલાલા ના PSI બાંટવા નગરપાલિકા ના ઉપ પ્રમુખ અમિતભાઇ ઉનડકટ , ભુપતભાઇ હિરપરા , દિલીપભાઈ બોરીચા ,પરેશભાઈ રાયચુરા, કનુભાઈ છૈયા,આનંદ વ્યાસ, પ્રકાશભાઈ ડાભી, બોદુભાઇ બ્લોચ સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત ના આગેવાન ઇબ્રામભાઇ નારેજા, યાકુબભાઇ મકવાણા , ગફાર ભાઈ કુરેશી , મેહબૂબભાઇ સખિયાની , સલીમભાઇ નારેજા વગેરે હાજર રહ્યા હતા અને હિન્દૂ મુસ્લિમ એકતા નું ઉદાહરણ પૂરુંપાડયુ હતું અને મુસ્લિમ સમાજ ના લોકો સાથે રોઝા ખોલાવ્યા હતા……


