જૂનાગઢ જિલ્લામાં ૧૫ ઓગષ્ટની કેશોદ ખાતે શાનદાર ઉજવણી કરવા સંદર્ભેની બેઠક કલેકટરશ્રી રચિત રાજના અધ્યક્ષસ્થાને સબંધિત અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
આ ઉજવણી સંદર્ભે સંબંધિત અધિકારીઓને કામગીરીની સોંપણી કરાઇ હતી. કાર્યક્રમની સુચારૂ વ્યવસ્થાઓ અને આયોજન માટે કલેકટરશ્રી રચિત રાજે માર્ગદર્શન અને સુચનો અધિકારીઓને આપ્યા હતા.
બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટરશ્રી એલ.બી.બાંભણીયાએ કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિરાંત પરિખ, જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી રવિ તેજા ભટ્ટી, પ્રાંત અધિકારીશ્રી સહિતના તમામ ખાતાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
