નડિયાદ
નડિયાદ પાસેના અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર વડોદરા તરફના એક્ઝીટ પોઇન્ટ પાસે પોલીસના માણસો વોચમા ગોઠવાયાં હતા. આ દરમિયાન પસાર થતી શંકાસ્પદ પીકઅપ ડાલુને કોડન કરી પોલીસે અટકાવી હતી. વાહનના ચાલકનુ નામ ઠામ પુછતા તેણે પોતાનુ નામ જયન ઉર્ફે બોડો સાથરસિહ માવી (રહે.ગલાલિયાવાડ, તા.દાહોદ) હોવાનું જણાવ્યું હતું. પીકઅપ ડાલાના પાછળના ભાગે? તપાસ આદરતા મકાઇના ભુસાની બોરીઓ જાેવા મળી હતી. આ બોરીઓને ઉથલાવી તપાસ કરતા મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે જાેઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જે બાદ પંચોને બોલાવી ગણતરી કરતા ભારતીય બનાવટની ૫૦૪૦ કવોટર તથા ટીન નંગ ૧૨૦ મળી કુલ રૂપિયા ૫ લાખ ૧૬ હજારનો દારૂ કબજે કર્યો છે આ દારૂનો જથ્થો કોણે ભરી આપ્યો અને ક્યા ડિલીવર કરવાનો હતો તે દિશામાં તપાસ કરતા પકડાયેલા ઈસમ જયન ઉર્ફે બોડાએ જણાવ્યું હતું કે આ બાબતે તેને કઈ જ માલૂમ નથી. વધુમા આ વાહનની આગળ પાયલોટીગ કરતા વાહનમાં મુખ્ય સૂત્રધાર નગીન જંગલભાઈ ખરાડ (રહે. રાતિગાર, તા. દાહોદ) ફરાર થયો છે અને એ? જ્યા કહે તે જગ્યાએ આ દારૂનો જથ્થો ડિલિવર કરવાનો હોવાનું જણાવ્યું છે. પોલીસે આ બંને સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ખેડા જિલ્લામાં દારુની બદિઓ બેલગામ બની છે. અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર નડિયાદના એક્ઝિટ પોઇન્ટ પાસે પીકઅપ ડાલુમા મકાઈના ભુસાની આડમાં લઈ જવાતો ૫.૧૬ લાખનો ઈંગ્લીશ દારૂ કબ્જે કરાયો છે. એલસીબી પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો સહિત વાહન મળી કુલ રૂપિયા ૧૦ લાખ ૧૭ હજાર ૫૦નો મુદામાલ જપ્ત કર્યો છે. આ બનાવમાં પીકઅપ ડાલાનો ચાલક ઝડપાયો છે. જ્યારે આ વાહનની આગળ પાયલોટીગ કરતા વાહનમાં મુખ્ય સૂત્રધાર આરોપી ફરાર થયો છે. પોલીસે બંને સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
