ભરૂચ
દહેજની ઔદ્યોગિક વસાહત સ્થિત ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી, ત્યારે આગની ઘટનામાં દાઝી જવાથી ૬ લોકોના મોત થયા હતા. આ મામલે તંત્ર દ્વારા કંપની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. તો સાથે જ કંપનીને રૂ. ૨૫ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ મૃતકોના પરિવારજનોને રૂ. ૩-૩ લાખની સહાય આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. કંપનીમાં બ્લાસ્ટના કારણે ૬ કામદારોના મોત નિપજતા વડાપ્રધાન કાર્યાલય દ્વારા ટિ્વટ કરી મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી અને સહાયની પણ જાહેરાત કરવામાં આવી હતી.ભરૂચના દહેજ ખાતે આવેલી ઓમ ઓર્ગેનિક્સ કંપનીમાં બ્લાસ્ટના કારણે ૬ કામદારોના મોત નિપજ્યાં હતાં. ત્યારે સમગ્ર ઘટનાને પગલે તંત્ર દ્વારા કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે અને રૂ. ૨૫ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
