Gujarat

૭૫ માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મહુધા શહેર ખાતે તિરંગા બાઈક રેલી યોજાઈ 

રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
મહુધા શહેર ભાજપા સંગઠન દ્વારા મહુધા શહેર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા બાઈક રેલી તથા હરધર તિરંગા નું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રાનું પ્રસ્થાન રણછોડજી મંદિર થઈ ગુજરાતી શાળા,સરદાર પોળ, મોચી વાડના નાકે, પોલીસ ચોકી બજાર ચાર રસ્તા,જુમ્મા મસ્જિદ,નગરપાલિકા,બસ સ્ટેન્ડ,રેસ્ટ હાઉસ ડાકોર ચોકડી,પાણીની ટાંકી ખોડિયાર પુરાની મુવાડી,નગરપાલિકા,દુધની ડેરી,હનુમાન ઢાળ,અંબા માતા,બહુચર માતા,મકનપોળ,નવાપુરા,મામલતદાર કચેરી,મહુધા તાલુકા પંચાયત થઈ રણછોડજી મંદિર ખાતે સમાપન કરવામાં આવી હતી.
 આ પ્રસંગે મહુધા શહેર ભાજપા સંગઠન પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ,મહામંત્રી મધુભાઈ રબારી તથા પંકજભાઈ ત્રિવેદી,બક્ષીપંચ મોરચા પ્રમુખ પરેશભાઈ દરજી,મહામંત્રી યોગેશ વાધેલા,ઉપ પ્રમુખ વિક્રમ તળપદા તથા યુવા મોરચા જિલ્લા કારોબારી કૃણાલ.અ.પટેલ,મોરચા પ્રમુખ હર્ષ બ્રહ્મભટ્ટ,મહામંત્રી વિકાસ.કા.પટેલ,પ્રભારી કિર્તી દાન બારોટ,લધુમતી મોરચા પ્રમુખ મોહસીન મલેક,મહામંત્રી  તોફીક મલેક,ઉપ પ્રમુખ હનીફ મલેક,મુર્તઝામીયા,શહેર ઉપ પ્રમુખ રશ્મિ ભાઈ શાહ,બચુ ભરવાડ,સાદિક મલેક,મહેશભાઈ પટેલ તેમજ મહુધા શહેર ભાજપા સંગઠન નાં હોદ્દેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહીને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સ્વરૂપે તિરંગા બાઈક રેલીનું ભવ્ય આયોજન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

IMG-20220813-WA0120.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *