Gujarat

૭૫ વર્ષનાં વૃદ્ધ માતાને પુત્ર અને પુત્રવધુઓ દ્વારા મકાન પડવાના ઈરાદે ત્રાસ આપતા હોવાથી બોટાદ અભયમ ટીમે કાયદો સમજાવતા માતાને સારી રીતે રાખવા તૈયાર થયા

બોટાદ જીલ્લાના તુલસીનગર વિસ્તાર માં રહેતા ૭૫ વર્ષ નાં વૃદ્ધ માતાએ ૧૮૧ માં ફોન કરી જણાવતા કે તેઓ ના દીકરા અને વહુઓ હેરાન કરે છે જેથી મદદ ની જરૂર છે આથી આ માહિતી મળતાં તુરંતજ ફરજ પર ના કાઉન્સેલર પરમાર હીના ને કોન્સ્ટેબલ પૂજાબેન ગોસ્વામી તથા પાયલોટ નિલેશભાઈ ચુડાસમા સ્થળ પર પહોંચી ને વૃદ્ધ મહિલા સાથે આત્મવિશ્વાસ કેળવી વાતચીત કરતા વૃધ્ધા એ પોતાની આપવીતી સંભળાવી હતી કે *મારા પતિએ ને મે મજૂરી કરી રહેવા માટે આશ્રય બનાવ્યું હતું ને દીકરાઓને ઉછેર્યા ને હવે જ્યારે મારે ઘડપણ આવવાથી કોઈ કામ થતું નથી જેથી ઓશિયાળી જિંદગી જીવવી પડે છે* ને તેઓના દીકરાઓની વહુઓને સાસુ ભારરૂપ લાગતા હોવાથી અવાર-નવાર મ્હેણાં મારતાં અને પુરતું જમવાનું આપતાં ન હતા જેથી સંતાન હોવા છતા મંદિરે જઈ તેઓ માંગી ને પેટ નો ખાડો પૂરતા હતા તેમ છતાં તેઓના પતિએ બનાવેલ એક માત્ર રહેવા માટે નું મકાન પડાવી લેવાના ઇરાદે તેઓના દીકરા ને વહુઓ અવાર-નવાર ઘરની બહાર કાઢી મુકતાં હતા.
જેથી ટીમ દ્વારા આ વૃધ્ધાની આપવીતી જાણીને તેઓના દીકરા અને વહુઓ ને બોલાવી તેઓની માતા પ્રત્યેની જવાબદારી તેમજ ફરજ નું ભાન કરાવીને માતાને સાથે રાખવા તેમજ તેઓની કાળજી લેવાની ફરજ અંગે વાકેફ કર્યાં હતા આ રીતે વૃદ્ધ માતાને હેરાન કરવા એ સિનિયર સિટીઝન એક્ટ હેઠળ ગુન્હો બને છે તે અંગે કાયદાકિય સમજણ આપી હતી જેથી દીકરા અને વહુઓ ની તેમની ભૂલ સમજતા તેઓ એ વૃદ્ધ માતા પાસે માફી માંગી હતી ને હવે થી તેઓ પરેશાન નહિ કરે તેમજ સારી રીતે સાચવશે તે અંગે ખાતરી આપી સહમત થયા હતા. જેથી ટીમ દ્વારા આગળ ફરીથી આવું વર્તન વૃદ્ધ માતા સાથે ના થાય તે ધ્યાન માં રાખી ને વૃદ્ધ માતાને તેમજ તેઓના પરિવારને બોટાદ મહિલા સહાયતા કેન્દ્ર માં લઈ જઈ બને પક્ષ નું લાંબા ગાળા નું પરામર્શ થઈ શકે તે ધ્યાન માં રાખી વૃદ્ધ મહિલાની અરજી કરવામાં આવેલ હતી.

રિપોર્ટર:વિપુલ લુહાર,બોટાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *