Gujarat

૮૮ કેશોદ વિધાનસભા મત વિસ્તારમાં આપના ઉમેદવારથી મોટાભાગના મતદારો અપરિચિત?

આપના ઉમેદવાર રામજીભાઈ ચુડાસમા માંગરોળ તાલુકાના વતની હોય કેશોદ તાલુકાના ગામોના મતદારો ઉમેદવારથી અપરીચીત હોય તેવું લાગી રહ્યુંછે ૮૮ કેશોદ વિધાન સભા મત વિસ્તારમાં કેશોદ તાલુકાના 53 તથા માંગરોળ તાલુકાના 43 ગામોનો સમાવેશ થાયછે ત્યારે ચુંટણી પહેલાં આપના ઉમેદવાર ૮૮ કેશોદ વિધાન સભા મત વિસ્તારમાં મોટા ભાગના ગામોના મતદારો અપરિચિત હોય તેવું લાગી રહ્યુંછે બીજી તરફ કેશોદ તાલુકાના આપના હોદ્દેદારોને ટીકીટ ન મળવાના કારણે કેશોદ તાલુકાના આપના હોદ્દેદારોમાં પણ કદાચ મનોમન નારાજગી હોય શકે તેવુ પણ માનવું ખોટુ નથી આપના ઉમેદવાર રામજીભાઈ ચુડાસમા માંગરોળ તાલુકાના વતની હોય અને ભાજપના ઉમેદવાર દેવાભાઈ માલમ પણ માંગરોળ તાલુકાના વતની હોય અને બંને કોળી સમાજના હોય ત્યારે કોળી સમાજ કોને મત આપશે એ પણ ચર્ચાનો મુદો બની શકેછે હાલ કેશોદ વિધાનસભા બેઠક ભાજપ અને આપના ઉમેદવારોમાં બંને કોળી સમાજના ઉમેદવાર હોય તેમ માંગરોળ વિધાનસભા બેઠકમા પણ ભાજપ કોંગ્રેસમાં પણ બંને કોળી સમાજના ઉમેદવાર હોય બંને બેઠક કોળી સમાજ કબ્જે કરશે? કે કેમ તે જોવાનું રહ્યું પણ હાલ કેશોદ વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના ઉમેદવારથી મતદારો પરિચય હોય જ્યારે આપના ઉમેદવારને કેશોદ વિધાનસભા મત વિસ્તારમાં પોતાની ઓળખ ઉભી કરવી સમય માંગી લેશે પણ મતદારો કોને કેવો સાથ આપશે તે મહત્ત્વનુંછે
અહેવાલ નરેશ રાવલીયા કેશોદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *