Gujarat

અંકલેશ્વરના શખ્સે ઉધાર લીધેલા પૈસા સમયસર ન ચૂકવતાં કોર્ટે સજા ફટકારી

અંકલેશ્વર
અંકલેશ્વરની કોર્ટે ઉધાર રૂપિયા લઈને સમયસર પરત ન ચુકવતા આરોપીને છ માસની સાદી કેદની સજા તેમજ દિન ૩૦માં રૂપિયા ૪.૫૦ લાખ ફરિયાદીને ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો. વધુમાં આરોપી સમય મર્યાદામાં ફરિયાદીને રૂપિયા ચૂકવી નહીં શકે તો વધુ છ માસની સાદી કેદની સજાની હુકમ કર્યો છે. અંકલેશ્વર જીઆઇડીસીની આઈસ ફેક્ટરીની બાજુમાં રહેતા ગણપત ગંગારામ પટેલના મિત્ર અને પારિવારિક સંબંધ ધરાવતા આશા કોર્પોરેશન તેમજ તેના માલિક હિતેશ જાની રહેવાશી વિભાગ-બી, પ્લોટ નંબર એચ ૩૧૧૫, જીઆઇડીસી અંકલેશ્વરને રોકડા રૂપિયા ૪.૫૦ લાખ ઉધાર આપ્યા હતા. આ રૂપિયા હિતેશ જાનીએ પોતે ખરીદેલા મકાન માટે એક વર્ષમાં પરત કરી દેવાના વાયદો કરીને લીધા હતા, પરંતુ ત્રણ વર્ષનો સમય વીત્યા બાદ પણ ઉધાર લીધેલા રૂપિયા ૪.૫૦ લાખ ગણપત પટેલને પરત ચૂકવી શક્યા ન હતા. તેથી ગણપત પટેલ દ્વારા રૂપિયાની વારંવાર ઉઘરાણી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ હિતેશ જાનીએ ગણપત પટેલને એક પોસ્ટ ડેટેડ ચેક આપ્યો હતો, જે ચેક ગણપત પટેલે પોતાના બેંક ખાતામાં જમા કરાવ્યો હતો, પરંતુ એકાઉન્ટ ક્લોઝના કારણ સાથે ચેક રિટર્ન થયો હતો. જેના બાદ પણ હિતેશ જાનીએ રૂપિયા ચૂકવા સામે અન્ય બહાના કર્યા હતા, અને ગણપત પટેલ દ્વારા આ અંગે પોતાના વકીલ સમીર વકાની મારફતે અંકલેશ્વરની કોર્ટમાં સીઆરપીસી કલમ ૨૫૫ ( ૨ ) મુજબ એનઆઈ એક્ટ ની કલમ ૧૩૮ મુજબ ફરિયાદ દાખલ કરી હતી. જેનો કેસ અંકલેશ્વરના બીજા એડિશનલ ચીફ જ્યુડી. મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના વકીલ સમીર વકાનીની ધારદાર દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપી આશા કોર્પોરેશન તેમજ તેના પ્રોપરાઇટર હિતેશ જાનીને છ માસની સાદી કેદની સજા તેમજ દિન ૩૦માં રૂપિયા ૪.૫૦ લાખ ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો, તેમજ જાે સમય મર્યાદામાં આ રૂપિયા ચૂકવી ન શકે તો વધુ ૬ માસની સજા આરોપીને કોર્ટે ફટકારી હતી.

File-02-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *