ભરૂચ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં રહેતા નરેશ મનુભાઈ કચેરીયા વૈષ્ણવ ડીસીન્ગ એન્જીનીયરીંગ કંપની ચલાવે છે જેઓ ગતરોજ રજા હોય પોતાના ઘરે હતા. આ દરમિયાન તસ્કરોએ તેઓની કંપનીને નિશાન બનાવી હતી. તસ્કરોએ કંપનીમાં પ્રવેશ કરી અંદર રહેલી એસ.એસની પ્લેટ અને સામાન મળી અંદાજિત ૨ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આજરોજ માલિક નરેશ કચેરીયા કંપની ખાતે આવતા તેઓને ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી ચોરી અંગે તેઓએ જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. આ સમગ્ર ચોરીની ઘટના કંપનીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.અંકલેશ્વરની જી.આઈ.ડી.સી.માં આવેલી વૈષ્ણવ ડીસીન્ગ એન્જીનીયરીંગ કંપનીને તસ્કરોએ નિશાન બનાવી હતી. એસ.એસની પ્લેટ અને સામાન મળી અંદાજિત ૨ લાખથી વધુના મુદ્દામાલની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
