Gujarat

અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સીમાં તસ્કરો ૨.૯૮લાખનો મુદ્દામાલ ચોરી ગયા

સુરત
અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સીમાં પ્લોટ નંબર-૨૩૯ ઉપર બ્લુટેક કંપનીની યુનિટ-૩ આવેલી છે. જે યુનિટમાં ઓગષ્ટ ૨૦૨૦માં ઇટાલિયન પેકિંગ મશીન ખરીદી કરી લાવવામાં આવ્યું હતું. જે મશીનમાં નાંખેલા સ્પેરપાર્ટ મુદ્દત પુરી થતા હોવાથી બદલવાની જરૂરિયાત ઉભી થતા મશીન સાથે સ્પેરપાર્ટ ડોસિંગ યુનિટ બ્લોક-૨ અને વોલ્યુમેટ્રિક સિલિન્ડર-૨ સ્ટોર રૂમમાં મુકવામાં આવ્યા હતા. આ દરમિયાન ગત તારીખ-૧૪ અને ૧૫મી ફેબ્રુઆરીના રોજ તસ્કરો કંપનીના કમ્પાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો અને સ્ટોર રૂમમાં રહેલા ડોસિંગ યુનિટ બ્લોક-૨ અને વોલ્યુમેટ્રિક સિલિન્ડર-૨ મળી કુલ ૨.૯૮ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગેની જાણ કંપનીના મેનેજર ભરત અશોક દલાલને થતા તેઓએ કંપનીમાં રહેલા સીસીટીવી ચેક કરતા બે ઈસમો ચોરી કરી સામાન ચોરી ગયા હોવાનું માલૂમ પડ્યું હતું. જેથી ચોરી અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે.અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સીમાં આવેલી બ્લુટેક કંપનીના યુનિટ-૩ને તસ્કરોએ નિશાન બનાવી હતી. ડોસિંગ યુનિટ બ્લોક સહિતનો સામાન મળી કુલ ૨.૯૮ લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ ચોરીની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. ત્યારે પોલીસે ચોરી અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *