અંકલેશ્વર
અંકલેશ્વરના ધંતુરીયા ગામ ખાતે અસરગ્રસ્ત ખેડૂતોની બેઠક મળી હતી.જેમાં સુરત, નવસારી વલસાડ જિલ્લાના ખેડૂતોને વર્તમાન બજાર કિંમતનું વળતર નક્કી કરી આપવામાં આવ્યું છે. રીતેનું વળતર ભરૂચ જિલ્લાના ખેડૂતો માટે જાહેર કરી આપવામાં આવે તેવી માંગ કરી હતી. વધુમાં આ બેઠકમાં ધતુરીયા-તરીયા ગામ ખાતે આવેલી જમીનમાં રાજ્ય સરકાર દ્વારા રિલાન્સ કંપની પાસેથી ૯૦૦ રૂપિયા વળતર લઇ રહી છે જે પણ ખરાબાની જમીન છે. જ્યારે ૨૨૫૦ રૂપિયા પ્રમાણે ઓએનજીસી સમિતિએ પણ એવોર્ડ જાહેર કરી ચુકવણું કર્યું છે,તો સરકારે પણ સમાન યોજના સમાન કામગીરી હોય એ રીતે ૨૨૫૦ રૂપિયા વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ હતી. જમીન સંપાદન અધિકારી દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવ્યું ન હતું. જેને લઇ ખેડૂતોએ હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની જરૂરિયાત ઉભી થાય છે. જાે ૧૦ વર્ષ સુધી પોતાની જમીન યોગ્ય વળતર માટે લાડવાનો વખત ના આવે તેવી વિનંતી સરકારને કરવામાં આવી હતી.આ બેરેજ બન્યા બાદ સરકાર સંગ્રહિત પાણી પણ ઉદ્યોગોને વેચવાની હોય એનાથી પણ જે યોગ્ય આવકના સ્ત્રોત પ્રાપ્ત આધારે પણ ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ઉપસ્થિત મોટી સંખ્યામાં ખેડૂતોએ કરી હતી. આ પ્રસંગે અગ્રણી હિરેન ભટ્ટ,બચુ પટેલ, વિનોદ પટેલ, પ્રફુલ્લ પટેલ સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સરકારની મહત્વકાંક્ષી યોજના ભાડભૂત બેરેજ યોજનામાં જમીન સંપાદિત કરવામાં આવી છે. આ યોજના પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી અને વલસાડમાં બુલેટ ટ્રેન અને વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેમાં જમીન સંપાદન અધિનિયમ ૨૦૧૩ ની કલમ ૨૬(૨) મુજબ વળતર ચૂકવાયું છે. ત્યારબાદ જ ખેડૂતોને જમીનનો કબજાે સુપ્રત કર્યો છે. જે યોજના પ્રમાણે ભરૂચ જિલ્લાના ખેડૂતોને દક્ષિણ ગુજરાતના ખેડૂતો જેટલું વર્તન ન આપતા ખેડૂતોમાં નારાજગી જાેવા મળી રહી છે. જિલ્લા કક્ષાએ રજૂઆત કરવા છતાં હજી સુધી ર્નિણય થઇ શક્યો નથી. સરકારનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા ભાડભૂત રીવર કમ બેરેજ યોજના પણ હાલ માત્ર સરકારી જમીન પર જ કામગીરી થઇ રહી છે.
