અંકલેશ્વર
અંકલેશ્વર નગરપાલિકા સભાખંડમાં ગણેશ મહોત્સવને લઈને અંકલેશ્વર ડી.વાય.એસ પી ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં ગણેશ મંડળના અયોજકો અને શાંતિ સમિતિના સભ્યો જાેડે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મંડળો નોંધી તેમજ ગણેશજીના રૂટ શોભાયાત્રા અંગે મજૂરી સહીતના મુદ્દા પર ચર્ચા વિચારણાઓ કરાઈ હતી.જ્યારે ગણેશ મંડળના આયોજકોએ રસ્તા,સફાઈ તેમજ ગણેશ વિસર્જન વખતે લાઈટીંગ,રેસ્કયુ ટીમ સહિતની વ્યવસ્થાઓ કરવા રજૂઆતો કરી હતી.જેના અંગે પણ વિચાર વિમર્શ કરવામાં આવી હતી. જયારે પોલીસ વિભાગ દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિ પૂર્ણ અને ભાઈચારની ભાવનાઓ સાથે શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સવ ઉજવાય તેવી અપીલ કરી હતી.આ બેઠકમાં પાલિકા પ્રમુખ વિનય વસાવા,શહેર પી.આઈ સહીતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવ નિમિત્તે ગણેશ મંડળના અયોજકો અને શાંતિ સમિતિના સભ્યોની બેઠક યોજાઇ હતી. જેમાં હાજર ડી.વાય.એસ.પી, અધિકારીઓ,પદાધિકારીઓ હાજર રહીને વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી. જ્યારે પોલીસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે રીતે ઉત્સવ ઉજવવા અપીલ કરી હતી.


