અંકલેશ્વર નગરપાલિકા હસ્તકના શહેરના વિવિધ વિસ્તારોમાં બિસ્માર 17 જેટલા માર્ગોનું રૂ.1.40 કરોડની ગ્રાન્ટના ખર્ચે રીકાર્પેટીંગના કામનું અંકલેશ્વરના ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર શહેરમાં અતિભારે વરસાદને પગલે વિવિધ માર્ગો બિસ્માર બની ગયા હતા. જેને પગલે વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીઓમાં મુકાયા હતા. ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બિસ્માર માર્ગો માટે 80 લાખ અને નગરપાલિકાએ 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી 60 લાખ મળી કુલ 1 કરોડ 40 લાખના 17 જેટલા માર્ગોના રીકાર્પેટીંગના કામ મંજૂર કર્યા હતા. આ માર્ગના રીકાર્પેટીંગના કામનું પૂર્વમંત્રી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ ભુમી પૂજનમાં નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા, કારોબારી ચેરમેન સંદીપ પટેલ અને શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલ તેમજ નીલેશ પટેલ સહિતના નગર સેવકો ઉપસ્થિત રહ્યાં હતાં.
