અંકલેશ્વર વોર્ડ નંબર 4 તીર્થ નગરમાં વરસાદી પાણી ભરાવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. રોજ ગંદા પાણીમાંથી પસાર થવાના કારણે લોકમાં ચામડી રોગનો કારણે લોકોમાં રોષ ફેલાયો છે. પાલિકા દ્વારા વરસાદી પાણીનો નિકાલ થાય તેવી લોક માંગ ઉઠી છે.
અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 4માં સમાવિષ્ટ મહાવીર ટર્નીંગ તીર્થ નગર ખાતે રહેતા લોકોનું જીવન ભરતા પાણીના લીધે થતી ગંદકીના કારણે નર્કાગાર બન્યું છે. જેના કારણે અહીંયાંના સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. છેલ્લા 5 વર્ષ ઉપરાંતથી આ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ અટકી જતા માર્ગ પર અને ખુલ્લા પ્લોટને ઘર આગળ વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. જેને લઇ લોકો ચોમાસાના 4 મહિના આજ પાણીમાંથી પસાર થવા મજબુર બન્યા છે.
વરસાદ બંધ થયા બાદ પણ પાણી નિકાલ થતો નહીં થવાના કારણે પાણી જન્ય રોગ ફેલાઈ રહ્યો છે. મચ્છર- માખીના ઉપદ્રવ વચ્ચે પાણીને લઇ સરીસૃપ પણ લોકોના ઘરમાં પ્રવેશી જાય છે. તો રોજ બરોજ પાણી વચ્ચેથી લોકોએ આવાગમન કરવું પડી રહ્યું છે. આ પાણીમાંથી પસાર થવાના કારણે લોકોના પગમાં પણ ચામડીના રોગ ફેલાઈ રહ્યા છે. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં નગર પાલિકાના છેવાડાના બ્રિજ બાદ હોવાથી ઓરમાયું વર્તન હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.


