Gujarat

અંકલેશ્વરમાં સમાજ સેવિકા મુમતાઝ પટેલના જન્મદિવસ નિમિત્તે પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓએ કેક કાપી ઉજવણી કરાઈ

અંકલેશ્વર
અંકલેશ્વરના પનોતા પુત્ર મર્હુમ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલના જન્મદિન ઉજવણી તેમના સમર્થકો દ્વારા કરવામાં આવી હતી. જેમાં અંકલેશ્વર પીરામણ ગામની પ્રાથમિક સ્કૂલ અને ડેડીયાપાડાના વાંદરી ગામની ડુમખલ પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓએ કેક કાપી દીર્ધાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. મર્હુમ એહમદ પટેલના પુત્રી પિતાના નક્ષે કદમ પર ચાલીને સમાજ સેવાઓ થકી લોકોના દિલોમાં સ્થાન મેળવી રહી છે. ત્યારે આવી જ સમાજ સેવિકા મુમતાઝ પટેલના જન્મદિવસ નિમિત્તે મર્હુમ અહેમદ પટેલ અને મુમતાઝ પટેલના સમર્થકો દ્વારા તેના પિતા દ્વારા દત્તક લીધેલા ડેડીયાપાડા તાલુકાના વાંદરી ગામની ડુમખલ પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓએ કેક કાપી, ચોકલેટ અને મીઠાઈઓ વહેંચી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાથે મુમતાઝના દીર્ધાયુષ્ય અને તંદુરસ્ત જીવન માટે પ્રાર્થના કરાઈ હતી. જ્યારે પિરામણ ગામની પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓને પણ ચોકલેટ વહેંચી ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે શરીફ કાનુગા, વસીમ ફડવાલા, સ્પંદન પટેલ, પ્રતીક કાયસ્થ, ઈમ્તિયાઝ બાણવા, મુકેશ વાસવા, દેવેન્દ્રસિંહ ડોડીયા, વિનય પટેલ, યોગેન્દ્ર સોલંકી, ભરત પરમાર, મનુ સોલંકી, સિકંદર કડીવાલા હાજર રહ્યાં હતાં.

File-02-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *