Gujarat

અંકલેશ્વર ઓએનજીસી ખાતે ક્રાંતિકારી ઠંઠાઈ પેરિયારની ૧૪૪મી જન્મજયંતીની ઉજવણી

અંકલેશ્વર
અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે ઓલ ઇન્ડિયા ઓએનજીસી ઓબીસી અને એમઓબીસી એમ્પ્લોઇઝ વેલ્ફેર એસોસિએશન દ્વારા ઓબીસીના ક્રાંતિકારી ઠંઠાઈ પેરિયારની ૧૪૪મી જન્મ જયંતી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને મહિલાઓને સિલાઈ મશીન અને જિલ્લાની બે પ્રાથમિક શાળાને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઓબીસીના ક્રાંતિકારી અને સામાજિક ક્રાંતિના પ્રણેતા ઠંઠાઈ પેરિયારની ૧૪૪મી જન્મ જયંતિ નિમિતે અંકલેશ્વર ઓએનજીસી કોલોનીમાં સૂર્યા ઓડિટોરિયમ ખાતે ઓલ ઇન્ડિયા ઓએનજીસી ઓબીસી અને એમ ઓબીસી એમ્પ્લોઇઝ વેલ્ફેર એસોસિએશન અંકલેશ્વર દ્વારા ઠંઠાઈ પેરિયારની જન્મ જયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ ઓએનજીસીના એસેટ મેનેજર વિજયકુમાર ગોખલેની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઓલ ઇન્ડિયા ઓએનજીસી ઓબીસી અને એમ ઓબીસી એમ્પ્લોઇઝ વેલ્ફેર એસોસિએશન દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલ બેંગ, વોટરબેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેની સાથે મહિલા સશક્તિકરણના ભાગરૂપે જિલ્લાની મહિલાઓને સિલાઈ મશીન આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લાની ૨ પ્રાથમિક શાળાના વિકાસ માટે આર્થિક અનુદાન રૂપે ચેકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓલ ઇન્ડિયા ઓએનજીસી ઓબીસી અને એમ ઓબીસી એમ્પ્લોઇઝ વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ સુરેશ પટેલ, રશીદ પઠાણ, ઓએનજીસીના એચઆર હેડ એસ ભટ્ટાચાર્ય સહીત ઓએનજીસીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *