Gujarat

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલા નાલંદા સ્કૂલ પાસે સેકન્ડોમાં ઇકો ગાડીની ચોરી

અંકલેશ્વર
અંકલેશ્વર પંથકમાં તસ્કરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. પોલીસ વિભાગ એક ચોરીની ઘટનાનો ભેદ ઉકેલે એટલામાં તો બીજી ઘટના પ્રકાશમાં આવતી હોય તેવી સ્થિતિનું સર્જન છેલ્લા કેટલાક સમયથી બની રહી છે. તેવામાં વધુ એક ચોરીની ઘટના જીઆઇડીસી વિસ્તારમાંથી સામે આવી છે. અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલા નાલંદા સ્કૂલ પાસે પાર્ક કરવામાં આવેલા એક ઇકો કારની ગણતરીની સેકન્ડોમાં કોઈ અજાણ્યો તસ્કર કારનો લોક ખોલી તેને લઇ ફરાર થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં કાર ચોરી લઈ જતો ઈસમની બિન્દાસ કરતૂતો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. સમગ્ર ઘટના ત્યાં લગાવેલ સીસીટીવી ફૂટેજમાં કેદ થતા જીઆઇડીસી પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી અજાણ્યાં ચોર ઈસમને પકડવાની તજવીજ હાથ ધરી છે. મહત્વની બાબત છે કે, પોલીસ વિભાગ દ્વારા જીઆઇડીસી વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ વધારી અજાણ્યા ઇસમોને રોકી તેઓની કડકાઇથી પૂછપરછ અથવા શંકાસ્પદ ઇસમોની ગતિવિધિઓ ઉપર વોચ રાખવાની વર્તમાન સમયમાં બની રહેલા ચોરીઓની ઘટનાઓ બાદ તાતી જરુર જણાઈ રહી છે.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *