Gujarat

અંકલેશ્વર GIDC પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો 11 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી

અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર માતંગી પેટ્રોલ પંપ પાસે મહારાષ્ટ્ર તરફથી આવતા બંધ બોડીના ટ્રકમાં બનાવેલા ચોર ખાનામાંથી 7 લાખથી વધુના દારૂ મળી રૂ. 11.09 લાખના મુદ્દામાલ સાથે ટ્રકચાલક સહીત બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. જયારે દારૂ મોકલનાર બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ જિલ્લામાં દારૂબંધીનો કડક અમલ થાય તે માટે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, વાલિયા તરફથી બંધ બોડીના ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો અંકલેશ્વર બાજુ આવી રહ્યો છે. બાતમીના આધારે જી.આઈ.ડી. સી પોલીસે અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર માતંગી પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા જુના ખાલી કેરેટ નજરે પડ્યા હતા. પોલીસે બારીકાઇથી તપાસ કરતા ટ્રકના છત પાસે બનાવેલા ચોર ખાનું મળી આવ્યું હતું.
પોલીસે તેમાં જોતા તેમાંથી વિદેશી દારૂની 4884 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 7 લાખનો દારૂ અને 4 લાખની ટ્રક મળી કુલ 11.09 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ટ્રકમાંથી મહારાષ્ટ્રના થાણેના પેન્કરપાડા ખાતે રહેતા ટ્રક ચાલક દીપકસિંગ ચન્દ્રસિંગ શોન અને કરણ સંજય યાદવને ઝડપી પાડ્યા હતા. જ્યારે વિદેશી દારૂનો જથ્થો મોકલનારા રાજા નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Attachments area

IMG-20221001-WA0122.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *