Gujarat

અંજારની શિક્ષિકાનો બીજાે પતિ સાડા છ લાખ લઈને ફરાર થયો

ભુજ
ગત ૪ જૂન ૨૦૨૧થી આજદિન સુધીમાં આ બનાવ બન્ય હતો. તાલુકાના મેઘપર કુંભારડીમાં રહેતી એક શિક્ષિકાના લગ્ન વર્ષ ૨૦૦૦માં થયા હતા, પરંતુ પતિ સાથે મનમેળ ન થતાં ૨૦૧૨માં છુટાછેડા લઇ લીધા હતા. ત્યારબાદ શિક્ષિકાએ બીજા લગ્ન કરવા મેરેજ બ્યુરો એપ્લિકેશનમાં આઇડી બનાવી હતી. ત્યારે તે એક યુવકના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંનેને મનમેળ થતા સ્વામિનારાયણ મંદિરમાં લગ્ન કર્યા હતા અને યુવક શિક્ષિકાના ઘરે રહેવા આવી ગયો હતો. લગ્ન જીવનના છ મહિના બાદ યુવકે નાની નાની વાતમાં પરિણીતાને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. પોતાનું દેવું ચુકવવા અવારનવાર પરિણીતા પાસે પૈસાની માંગણી કરતાં પરિણીતાએ ૫ લાખની લોન લઇ આપી હતી. જ્યારે ૨.૫૦ લાખ રોકડા આપ્યા હતા. તેમાંથી ૧.૫૦ લાખ આરોપીએ પરિણીતાને પરત આપ્યા હતા. જાેકે, આ બાદ પણ પતિ પરિણીતાને માનસિક અને શારિરિક ત્રાસ આપી ઘર અને પત્નીને છોડીને ચાલ્યો ગયો હતો. આ અંગે પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે.અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં રહેતી શિક્ષિકાએ જેતપુરના શખસ સાથે બીજા લગ્ન કર્યા હતા. લગ્નના છ મહિના સુધી સારૂ રાખ્યા બાદ આરોપીએ પોતાનું પોતપ્રકાશ્યું હતું. અવાર નવાર પૈસાની માગણી કરી આરોપી પરિણીતાને ત્રાસ આપતો હતો. ઘરમાં શાંતિ રહે તે માટે પરિણીતાએ પતિને ૬.૫૦ લાખ રુપિયા આપ્યા હતા. જાેકે, પૈસા મળતા જ પતિ ઘર અને પત્નીને મૂકીને ગાયબ થઇ ગયો હતો આ અંગે પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે.

File-02-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *