Gujarat

અંબાજીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા લોકોને અરવિંદ કેજરીવાલના ગેરેન્ટી કાર્ડનું વિતરણ કરાયું

અંબાજી
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ નજીક આવતા ગુજરાતમાં વિવિધ પાર્ટીઓ ચૂંટણીઓની તૈયારીઓમાં કાર્યરત જાેવા મળી રહી છે. જેમાં હાલમાં ગુજરાતની જનતા માટે દરેક પાર્ટી દ્વારા વિશ્વાસ જીતવા માટે દરેક પ્રકારના વાયદાઓ કરવામાં આવી રહ્યા છે. આજે બનાસકાંઠાના દાંતા તાલુકાના અંબાજીમાં આમ આદમી પાર્ટી તરફથી લોકોને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલના ગેરેન્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતની જનતાને મફત સેવાઓની સાથે બીજી દુરસ્ત સેવાઓ જેમ કે વીજળી, નોકરીઓ, શિક્ષણ અને સ્વાસ્થ્યની સેવાઓ બાબતે અનેક વાયદાઓ સાથે ગેરંટી આપવામાં આવી છે. તો આજે અંબાજીની ક્રિષ્ના હોટલ સામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા લોકોને અરવિંદ કેજરીવાલના ગેરેન્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો આમ આદમી પાર્ટી ગુજરાતમાં સત્તામાં આવશે તો લોકોને શું ફાયદો થશે તેની જાણકારી લોકોને આપવામાં આવી હતી.

File-01-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *