ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે અંબાજીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું
કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીના હસ્તે આ કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું
બનાસકાંઠા જિલ્લા પ્રમુખ વાલકીબેન પારઘી તેમજ રાજસ્થાનના આબુરોડ ના કોંગ્રેસના પ્રમુખ લીલારામ ગરાસીયા આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
કાનતીભાઈ ખરાડીએ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા અને આ વખતે પણ કોંગ્રેસને આ વિસ્તારમાંથી બહુમતી મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
કાર્યકરોને મહેનતથી કાર્ય કરવા અને જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરી હતી
આ પ્રસંગે અંબાજી તથા દાંતા ના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.
અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી

