ભરૂચ
મોતાલી ગામ પાસેની અમરાવતી ખાડીના બ્રિજ પર થઈ જઇ રહ્યા હતા તે વેળાએ પુરપાટ ઝડપે ધસી આવેલો અજાણ્યો વાહન ચાલક વાનને ટક્કર મારી પલ્ટી ખવડાવી અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં રમેશ વસાવાને ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતનો અન્ય બનાવ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં બન્યો હતો. જેમાં સિલ્વર સીટીની બાજુમાં આવેલા વણઝારાવાસ ખાતે ૮ વર્ષીય અલોકકુમાર દીપકસિંહ સિંગને અજાણ્યા ડમ્પર ચાલકે અડફેટે લેતા બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાઓને પગલે ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગે જી.આઈ.ડી.સી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ભરૂચના અંકલેશ્વરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, ઉપરાંત એક બાળકને ઇજાઓ પહોંચી હતી. ભરૂચના એસ.ટી.ડેપો સ્થિત ઇન્દિરા નગરમાં રહેતા ૪૨ વર્ષીય રમેશ પુનાભાઈ વસાવા પોતાની વાન નંબર-જી.જે.૧૬.બી.કે.૯૦૮૨ લઈ ભરૂચથી અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા.


