સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આમ તો અખબાર એટલે લોકોની સમસ્યાઓ સુખદુઃખની ઘટનાઓ અને સમય આવ્યે તંત્રનો પણ કાન આમળતું એક સબળ માધ્યમ છે. વાત જાણે એમ છે કે ભુવા વિકાસ ગ્રુપ દ્વારા ચલાવવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓની નોંધ લઈને ભુવા ગામનાં જ વતની પણ હાલ અમદાવાદ શહેરમાં વસતાં રાજુભાઈ નનુભાઈ ઝાલાવાડીયાને સાવરકુંડલા શહેરમાં આવેલ માનવમંદિરની સેવાકીય પ્રવૃત્તિઓની અખબારી અહેવાલો દ્વારા જાણ થતાં પોતાની લગ્નતિથિ નિમિત્તે માનવ મંદિર સાવરકુંડલાના હરીના બાળકોને આખા દિવસના પ્રસાદ માટે આર્થિક અનુદાન કરેલ.. આમ એક વાત પણ સુનિશ્ચિત થઈ ગઈ કે અખબારો પણ ખરેખર પ્રેરણાસ્ત્રોતનાં માધ્યમો જ ગણી શકાય છે અને લોકો પણ અખબારી અહેવાલો રસપૂર્વક વાંચતાં હોય તેવું પણ આ પરથી ફલિત થાય છે. આ દંપતિને માનવમંદિરનાં પૂ. ભક્તિરામ બાપુએ શુભાશિષ પાઠવ્યાં હતાં..
ભુવા ખાતે કમલેશપરી ગોસ્વામી પણ પોતાના અથાગ પ્રયાસો દ્વારા સામાજિક જનચેતના જગાવતાં જોવા મળે છે.
Attachments area