Gujarat

અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત પ્રદેશ યુવા મિડિયા સેલ કન્વીનર તરીકે એડવોકેટ અજય શિયાળ ની નિમણૂક

ગિરગઢડા
ભરત ગંગદેવ.
      અખિલ ભારતીય કોળી સમાજ (ન્યુ દિલ્હી) ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ દિવ્યેશભાઈ ચાવડા દ્વારા ગુજરાત સંગઠન નવી નિમણૂંક કરી છે. તેમાં ગુજરાત પ્રદેશ યુવા મિડિયા સેલ કન્વીનર તરીકે એડવોકેટ અજય શિયાળ ની નિમણૂંક કરવામાં આવી  છે. તેવો અનેક સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેઓ અનેક સામાજિક પ્રશ્નો ને વાચા આપી લોકો ને ન્યાય અપાવવામાં સફળ રહ્યા છે. અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન આખા ભારતના કોળી સમાજનું બિનરાજકીય સંગઠન છે અને આખાં દેશમાં છેલ્લા ૫૦ વર્ષ થી સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે કાર્ય કરે છે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી પણ આ સંગઠન નાં રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. હાલ સંગઠન માં રાષ્ટ્રીય પ્રમુખ તરીકે અજીતભાઈ પટેલ, રાષ્ટ્રીય મહામંત્રી મનુભાઈ ચાવડા અને ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ચોટીલા નાં ધારાસભ્ય રૂત્વિકભાઈ મકવાણા જવબદારી નિભાવી રહ્યા છે.ત્યારે આ સંગઠનમાં એડવોકેટ અજય શિયાળ જેવા જાગૃત અને ઉત્સાહી યુવાન ની નિમણૂંક થતાં યુવાનો અને વડીલો એ આ નિમણૂંકને આવકારી હતી. તમામ સમાજના આગેવાનોએ અભિનંદન આપ્યા છે. અજય શિયાળ જણાવ્યું છે કે સમાજના વિકાસ માટે તે હંમેશા તત્પર છે રાજ્યમાં યુવાનોને સંગઠિત કરી કોળી સમાજ અને અન્ય સમાજને સાથે રાખી તમામ સમાજના સર્વાંગી વિકાસ થાય તેવા પ્રયત્ન કરીશું. સમાજના તમામ વડીલ આગેવાનો સંગઠનના હોદ્દેદારો સાથે ખભે ખભા મિલાવી સમાજમાં વ્યાપેલ કુરિવાજો, વ્યસનો ,બેરોજગારી દૂર કરવા આગામી દિવસોમાં આયોજન કરી તે દિશામાં પ્રયત્નો કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *